IT Return/ IT રિટર્નમાં વિગતો નહી દર્શાવાતા અનેક લોકોને નોટિસ

સુરતના આવકવેરા વિભાગ દ્વારા નોટિસનો વરસાદ કરાયો છે.વિદેશમાં રોકાણ કરી આઈટી રિટર્નમાં વિગતો નહીં દર્શાવનારાઓને સટાસટ નોટિસ ફટકારવામાં આવી છે.

Top Stories Gujarat Business

Surat News: સુરતમાં IT રિટર્નમાં વિગતો નહિ દર્શાવનારોને નોટિસ અપાઈ. આવકવેરા વિભાગ દ્વારા નોટિસનો વરસાદ કરાયો છે.વિદેશમાં રોકાણ કરી આઈટી રિટર્નમાં વિગતો નહીં દર્શાવનારાઓને સટાસટ નોટિસ ફટકારવામાં આવી છે. આવકવેરા વિભાગે અનેક લોકોને નોટિસ આપી મહત્વની સૂચના પણ આપી છે. જો એ સુચનાનું અમલ નહીં કરાય તો સજા સાથે દંડ એને મિલકત પણ ખોવાનો વારો આવી શકે છે..

વિદેશમાં રોકાણ કરનાર અને આઇટી રિટર્ન માં નહીં દર્શાવનાર તમામ પર આવક વેરા વિભાગ તવાઈ બોલાવવામાં આવી છે.સાથે જ તમામ ને તારીખ 31 ડિસેમ્બર સુધીમાં રિવાઇઝડ રિટર્ન ભરવા કકડ સૂચના સાથે તાકીદ પણ કરવામાં એસી છે .જો આપેલી મુદ્દત સુધી રિવાઇઝડ રીટર્ન ભરવામાં નહીં આવે તો ઓછામાં ઓછી દસ લાખ સુધીની પેનલ્ટી, સજા અને મિલકત જપ્તી ની કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટ નોટિસ માં પણ જણાવાયું છે.

Income Tax Notices issued due to errors found in many ITR

સુરતમાં ઈન્કમટેક્સ દ્વારા અનેકને નોટિસ આપતા ફાફડાટ મચી જવા પામ્યો છે.ત્રણેક મહીના પહેલા મોટા ભાગ નં કરદાતાઓ દ્વારા આઈટી રીટર્ન ભરવામાં આવ્યું હતું જેમાં વિદેશી રોકાણ કે સંપત્તિ દર્શાવમાં નહીં આવી હતી.જો કે સંખ્યાબંધ કરદાતાઓ આયકર વિભાગના નિયમો ને સાઈટ પણ મૂકી આઇટી ભર્યું હોય તેમ તેમની ભૂલનું ભાન કરાવવા આઇટી દ્વારા હવે નોટીસ ફટકારી આગામી 31 ડીસેમ્બર સુધીમાં રીવાઈઝડ રીટર્ન ભરવાની તાકીદ કરી છે. અન્યથા આયકર વિભાગ દ્વારા આવા કરદાતાઓને 10 લાખની પેનલ્ટી સાથે જ સજા સાથે મિલકતો જપ્ત થવાની કાર્યવાહીનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.જેવી સૂચના પણ આપવામાં આવી હોવાનું સૂત્રો એ જણાવ્યું છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડીરેક્ટ ટેક્ષીસ દ્વારા તાજેતરમાં પોતાની સંપત્તિ કે આવક યોગ્ય રીતે રીટર્નમાં નહીં દર્શાવનાર લોકો વિરુધ્ધ એક અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જેમાં વિદેશમાં સંપત્તિ કે રોકાણો આઈટી રીટર્નમાં નહીં દર્શાવ્યું હોય અથવા તો આવકવેરા થી છુપાવ્યું હોય તેવા લોકોને હવે નહીં બક્સાસે કારણ કે સંખ્યાબંધ કરદાતાઓને આયકર વિભાગે નોટીસ ફટકારી તેને તાકીદ કરી દેવામાં આવે છે.નહીં તો રીવાઈઝ્ડ રીટર્નમાં પણ જો 1 કરદાતાઓએ પોતાની વિદેશી સંપત્તિ
મિલકતો છુપાવી હોવાનું બહાર આવશે તો ઓછામાં ઓછી દશ લાખની પેનલ્ટી અને સજા તથા મિલકત જપ્ત થવાની તૈયારી રાખવી પડશે.

સુત્રોનું માનીએ તો અથવા જાણકાર ના જણાવ્યા મુજબ ગુજરાતમાં ૭૦૦ કરોડના વ્યવહારો છુપાવવામાં આવ્યા હોવાનું પ્રાથમિક અંદાજ લગ્વવામાં આવ્યો છે.સુરત અને ગુજરાતથી મોટા ભાગનું રોકાણ દુબઈ, જર્મનીમાં થયું હોવાની વિદેશથી માહીતી આયકર વિભાગને મળી છે.

જાણકારો નું કહેવું છે સામાન્ય રીતે કરદાતાઓ એવું વિચારતા હોય છે. દુબઈથી રોકાણ કરીને ત્યાંથી નફો મેળવીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે તો આવકવેરા વિભાગને જાણ થતી નથી.પરંતુ તેનાથી અલગ આજે એનેક દેશો સાથે ભારતની સીઆરસી(કોમન રિપોર્ટીંગ સીસ્ટમ) સાથેના કરાર છે.જેના લીધે વિદેશમાં જો કોઈ ભારતીય કરદાતા રોકાણ કરે તો તેની તમામ વિગતો આયકર વિભાગને મળી જાય છે.તદુપરાંત રોકાણોને ટ્રાન્ફર કરવામાં આવે તો પણ વિગતો છુપી રાખી શકાય નહિ જેથી હવે 31 ડિસેમ્બર સુધી ની લટકતી તલવાર કરદાતા ઓ પર જોવા મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢ-વેરાવળ હાઇવે પર પરના અકસ્માતમાં પાંચ વિદ્યાર્થી સહિત સાતના મોત

આ પણ વાંચો:જૂનાગઢમાં ગુંડાઓની ગુંડાગર્દીમાં વધારો, રિક્ષાચાલક પર હુમલો

આ પણ વાંચો:જૂનાગઢમાં અસામાજિક તત્વો બન્યા બેફામ