Gujarat University/ ગુજરાત યુનિવર્સિટીમાં 16 કરોડનું કૌંભાડ આચરનાર પ્રોફેસર સામે પોલીસ ફરિયાદ થશે

Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીના ટર્મિનેટ કરાયેલ પ્રોફેસર સામે પોલીસ ફરિયાદ કરાશે. 16 કરોડના કૌભાંડમાં ટર્મિનેટ થયેલ પ્રોફેસર કમલજીત લખતરીયા સામે ફરિયાદ થશે. ટર્મિનેટ કરાયા બાદ કમલજીત લખતરીયાને મળતા તમામ લાભો બંધ કરાયા છે. લખતરીયાએ અલગ અલગ ત્રણ બેંક એકાઉન્ટ બનાવી રૂપિયા પચાવ્યા હતા.

Gujarat Ahmedabad Education Breaking News

Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસમાં કમલજીત લખતરીયા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે. કમલજીત લખતરિયાએ ત્રણ અલગ અલગ રીતે યુનિવર્સિટીના પૈસાની ઉચાપત કરી છે. ખોટી કંપનીના બિલ બનાવી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર પણ કર્યા છે. કમલજીત લખતરિયા દ્વારા ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગમાં પૈસા પોતાના પર્સનલ ખાતામાં,પત્નીના ખાતામાં અને સ્વજનના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જે પૈસા પરત પણ આપવામાં આવ્યા નહોતા.

પરંતુ, અત્યાર સુધીની તપાસમાં 16 કરોડથી વધુની રકમ ઉચાપત કરી હોવાનું સાબિત થયું હતું. લાખો રૂપિયાના અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા લખતરિયાએ રકમ મેળવી છે. જ્યારે તેમને કો-ઓર્ડીનેટર તરીકેની જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે આ કૌભાંડ જાણ થઈ હતી. આજે ગુજરાત યુનિવર્સિટીએ કમલજીત લખતરિયાને ટર્મિનેટ કરવામાં આવ્યા છે.

લખતરિયાએ NEFT દ્વારા કરોડો રૂપિયા પોતાના અને પોતાના પરિવારના સભ્યોના ખાતામાં મેળવ્યા છે. આ ઉપરાંત ખોટી કંપની ઊભી કરી કંપનીના એકાઉન્ટમાં પણ ખોટા બિલોના આધારે પૈસા ટ્રાન્સફર કર્યા છે. જે અંગે યુનિવર્સિટીએ સરનામાની તપાસ કરી તો તે જગ્યાએ આ પ્રકારની કોઈ કંપની જ હયાત નહોતી. આ ઉપરાંત નોલેજ પાર્ટનરને પણ લખતરિયા દ્વારા વધારે પૈસા આપવામાં આવ્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીએ કમલજીત લખતરિયાને ટર્મિનેટ કરીને તેમને મળતા તમામ લાભ અટકાવી દેવામાં આવ્યા છે. તેમના PF સહિતની રકમમાંથી શક્ય હોય એટલી રિકવરી કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્ક દ્વારા યુનિવર્સિટીના કરોડ રૂપિયાની ઉચાપત મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી, યુનિવર્સિટીની પરીક્ષામાં જ મોટો છબરડો

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી એનિમેશન વિભાગના ભૂતપૂર્વ વડાની થશે હકાલપટ્ટી

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડી પ્રોફેસર સામેનો જ્યુડિશિયલ રિપોર્ટ સબમિટ