Mahesana News : રાજ્યમાં એંરડા પકવતા ખેડૂતોના કલ્યાણ અર્થે સાંસદ હરિભાઈ પટેલે(MP Haribhai Patel) કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ(Shivraj Sinh Chouhan)ને રજુઆત કરી છે. ગુજરાત અને એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે એંરડા મુખ્ય પાક રહ્યો છે. પરંતું વર્તમાન સમયમાં કૃષિ ઉત્પાદન ખર્ચ સામે એંરડાનું વર્તમાન બજાર મૂલ્ય ખૂબ ઓછું છે. એંરડાના પાકનો ન્યૂનતમ ભાવ નિયત કરવા કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત(Gujarat) રાજ્યનો મહત્વનો પાક એરંડા છે અને તે ઉત્તર ગુજરાત પર ઉગાડવામાં આવે છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો એંરડા 6.80 લાખ હેક્ટરમાં ઉગાડવામાં આવે છે. તેનું ઉત્પાદન 13.92 લાખ મેટ્રિક ટન છે. મહેસાણા(Mahesana) જિલ્લામાં 87,000 હેક્ટરમાં એંરડાની ખેતી થાય છે અને 2.11 એકરમાં ઉત્પાદન થાય છે, જેની ઉત્પાદકતા 2422 કિગ્રા પ્રતિ હેક્ટર છે. એરંડાનો એપીએમસી(APMC) બજાર ભાવ છેલ્લા કેટલાક સમયથી રૂ.1000-1200 કિલોની આસપાસ સ્થિર છે, જ્યારે ખેડૂતો માટે ખેતીનો ખર્ચ વધી ગયો છે.
સાંસદ હરિભાઈ પટેલે(MP Haribhai Patel) કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર કૃષિ ક્ષેત્રે ખેડૂતોને મદદ કરીને લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરીને સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે કામ કરી રહી છે. ગુજરાત રાજ્યમાં મગફળી, મગ, અડદ અને અન્ય પાકોની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ખેડૂતોને કૃષિ પેદાશો માટે વાજબી ભાવ યોજનાની ઉત્તમ કામગીરી બદલ હું ભારત સરકારને અભિનંદન આપું છું.
વધુમાં તેને જણાવ્યું કે આવી સ્થિતિમાં ખેડૂતોનો ખર્ચ વધી રહ્યો છે અને પ્રતિ હેક્ટર નફો ઘટી રહ્યો છે. સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવા ખૂબ જરૂરી જણાય છે.
આ પણ વાંચો: મુળીના ગામોમાં કાળી ઈયળનો ઉપદ્રવ વધતાં એરંડાના પાકને નુકશાન, સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
આ પણ વાંચો: ખેડૂતો માટે પડ્યા પર પાટુ, એરંડાનાં ભાવમાં મણે 350 રૂપિયાનું ગાબડું
આ પણ વાંચો: પાટડી પથંકના એરંડા ચોરીના બે આરોપીઓ 143 મણ એરંડાના મુદામાલ સાથે ઝડપાયા
