આજે દેશભરમાં 74 મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ આઝાદીનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં મેયર બિજલ પટેલે સાબરમતી રિવરફ્રન્ટ પર તિરંગાને સલામી આપી હતી. આ દરમિયાન બિજલ પટેલે જણાવ્યું કે, દેશ અને વિશ્વ વહેલી તકે કોરોનાથી છુટકારો મેળવશે. પછી દરેક સાથે રહેશે. તેમણે કોરોના વોરિઅર્સની પ્રશંસા કરતાં કહ્યું કે અમે કોરોના વોરિઅર્સને સલામ કરીએ છીએ જેમણે કોરોના સંક્રમણ વચ્ચે દિવસ-રાત આપણી સેવા કરી.
ભારતનો સ્વતંત્રતા દિવસ દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અને બાળકોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે, મર્યાદિત સંખ્યામાં લોકોએ અમદાવાદમાં ઉત્સવની ઉજવણી કરી છે. સવારે કોરોના વોરિયર્સના માનમાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી.
ભારત ના ૭૪ માં સ્વાતંત્ર દિન ની ઉજવણી : અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશન https://t.co/ubGj0DB50Q
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) August 15, 2020
પોલીસ કમિશનરે સૈનિકોને બહાદુરી પુરસ્કારથી સન્માનિત કર્યા
શાહિબાગ પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ધ્વજને સલામી આપી હતી. જેસીપી, ડીસીપી અને એસીપી તેમજ પીઆઇ સહિત શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા કર્મચારીઓને એવોર્ડ પણ અપાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
