સાનફ્રાન્સિસ્કોઃ પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું અમેરિકામાં નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. તેઓની તબિયત અત્યંત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ગંભીર હાલતમાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ માહિતી તેમના પરિવાર દ્વારા આપવામાં આવી છે.
બીબીસીના પત્રકાર પરવેઝ આલમે ઝાકિર હુસૈનની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું, ‘તબલા વાદક, તાલવાદક, સંગીતકાર, ભૂતપૂર્વ અભિનેતા અને મહાન તબલાવાદક અલ્લાહ રખ્ખાંના પુત્ર, ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબિયત સારી ન હતી. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં તેમની ગંભીર બીમારીઓની સારવાર ચાલી રહી હતી. ઝાકિર હુસૈનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના લાખો ચાહકો છે.
ઝાકિર હુસૈન સંગીતની દુનિયાનું એક મોટું નામ છે. ઉસ્તાદ ઝાકિર હુસૈનનો જન્મ 1951માં મુંબઈમાં થયો હતો. તેઓ વિશ્વના મહાન તબલા વાદકોમાંના એક ગણાય છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમનું યોગદાન ઘણું છે. તેમની અસાધારણ પ્રતિભાને કારણે તેમને વર્ષોથી ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઝાકિર હુસૈનને 1999 માં યુએસ નેશનલ એન્ડોમેન્ટ ફોર આર્ટસ દ્વારા નેશનલ હેરિટેજ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી ત્યારે તેને ભારતીય શાસ્ત્રીય સંગીતના વૈશ્વિક એમ્બેસેડર ગણાવાયા હતા.
ઝાકિર હુસૈન છેલ્લા 40 વર્ષથી અમેરિકામાં રહે છે, હજુ પણ ભારતીય પાસપોર્ટ ધરાવે છે ઝાકિર હુસૈન છેલ્લા 40 વર્ષથી અમેરિકામાં રહે છે. તેઓ સાન એન્સેલ્મો નામના નાના શહેરમાં રહે છે, જે સાન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેટ બ્રિજ પાસે છે. ઝાકિર હુસૈનનો જન્મ ભારતમાં થયો હતો અને અહીંથી જ તેણે અભ્યાસ અને કળાની શરૂઆત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે “ભારત હંમેશા મારા દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે અને હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.” તેની પાસે હજુ પણ ભારતીય પાસપોર્ટ છે.
ઝાકિર હુસૈનની સિદ્ધિઓમાં જોઈએ તો તબલા વાદક ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા 1988માં ‘પદ્મશ્રી’, 2002માં ‘પદ્મ ભૂષણ’ અને 2023માં ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 8 ફેબ્રુઆરી 2009ના રોજ ગ્રેમી એવોર્ડ્સમાં, તેણે ‘ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ’ આલ્બમ માટે ‘ગ્રેમી’ જીત્યો. તેમને 1990માં ‘સંગીત નાટક અકાદમી એવોર્ડ’ અને 2018માં ‘સંગીત નાટક અકાદમી ફેલોશિપ’ પણ મળ્યો હતો. 1999 માં, તેમણે ‘નેશનલ એન્ડોવમેન્ટ ફોર ધ આર્ટ્સ’, યુએસએ તરફથી ‘નેશનલ હેરિટેજ ફેલોશિપ’ પ્રાપ્ત કરી. અત્યાર સુધી, ઝાકિર હુસૈન સાત વખત ‘ગ્રેમી’ માટે નોમિનેટ થયા છે, અને ચાર વખત એવોર્ડ જીતી ચૂક્યા છે. તેમને ફેબ્રુઆરી 2024માં ત્રણ ‘ગ્રેમી એવોર્ડ્સ’ મળ્યા હતા.
આ પણ વાંચો: ગ્રેમી એવોર્ડ 2024માં ભારતનું પ્રદર્શન, શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનનું ગ્રેમી એવોર્ડ સ્પીચ વાયરલ થયું
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 5 મહાન વિભૂતિઓને ભારતરત્નથી કરશે સન્માનિત
આ પણ વાંચો: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રવિના ટંડન સહિત આ હસ્તીઓને પણ પદ્મ સન્માન
