Surendranagar News/ સુરેન્દ્રનગર: લીંબડી જેલમાં ફરજ પરના 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

Surendranagar News : લીંબડી(Limdi) સબ જેલમાં ખૂબ જ ખતરનાક ગણાતા કેદીઓને રાખવામાં આવ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પોલીસકર્મીઓની ગેરહાજરી એ ગંભીર બેદરકારી ગણાય છે. જેલની સુરક્ષા સાથે ચેડા કરવા સમાન છે. આ બનાવ બાદ જિલ્લા પોલીસ તંત્રમાં હળહળાટ મચી ગયો છે.

Gujarat Top Stories Others Breaking News

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચાવતી ઘટનામાં લીંબડી(Limbi) સબ જેલમાં ફરજ બજાવતા 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગમાં આ પોલીસકર્મીઓ ગેરહાજર જોવા મળતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં ગાર્ડ નટવર લાલજીભાઈ(Natvar Laljibhai),  હરપાલસિંહ સુખદેવસિંહ(Harpalsinh Sukhdevsinh), વિરેન્દ્રસિંહ દિલાવરસિંહ(Virendrasinh Dilavarsinh)  અને વિરેન્દ્રસિંહ ઘનુભા(Virendrasinh Dhanubha)નો સમાવેશ થાય છે. આ તમામ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે.

જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યાએ આ મામલે ગંભીર નોંધ લેતાં કહ્યું કે, પોલીસકર્મીઓએ પોતાની ફરજ પ્રત્યે જવાબદારી નિભાવવી જોઈએ. જેલ જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારની બેદરકારી બિલકુલ સ્વીકાર્ય નથી. આ ઘટનાએ પોલીસ તંત્રની છબીને ઠેસ પહોંચાડી છે. આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: લીંબડી સબ જેલમાંથી સરપ્રાઈઝ ચેકીંગ કરતા ઝડપાયા 2 મોબાઈલ

આ પણ વાંચો: સુરેન્દ્રનગર/ પોલીસની બેદરકારી આવી સામે, લીંબડી સબ જેલમાંથી ચાર કેદીઓ ફરાર

આ પણ વાંચો: લીંબડી સબ જેલની દીવાલ કૂદી હત્યાનો આરોપી ફરાર