Ahmedabad News : ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે બજારમાં ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોય છે. તે સિવાય ચાઈનીઝ દોરીને કારણે લોકોના જીવને જોખમ પણ રહેલું છે. જેમાં અગાઉ અનેક લોકો મોતને ભેટવાના બનાવો પણ બન્યા છે. દરમિયાન ઝોન-7 એલસીબીના પી.આઈ.વાય.પી.જાડેજા અને તેમની ટીમે માહિતીને આધારે જુહાપુરા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
પુછપરછમાં આરોપીઓના નામ વેજલપુરમાં રહેતા મોહંમદ આકીબ મોહંમદ આરીફ ગુલામ અહેમદ શેખ અને વટવામાં રહેતા સલમાનખાન ઉર્ફે સલ્લુ અસ્લમખાન પઠાણ હોવાનું બહાર આવ્યું હતું. તેમની પાસેથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ(ટેલર) નંગ 74 કબજે કરવામાં આવ્યા હતા. જેની કિંમત રૂ.37,000 રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ટ્રાફિક નિયમ ભંગ સામે રાજ્યમાં 365 દિવસ ચલાવો પોલીસ ડ્રાઈવ: હર્ષ સંઘવી
આ પણ વાંચો: ગેરકાયદે બાંધકામ પર ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર જરૂરથી ચાલશે : હર્ષ સંઘવી
આ પણ વાંચો: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કડક આદેશ, ગુનેગારોને સાચવતા પોલીસકર્મીઓ દંડાશે
