Vadodara News: વડોદરામાં ભારે વાહને વધુ એક માસુમનો જીવ લીધો. મોડી રાત્રે શહેરના વિહાર થિયેટર પાસે પસાર થતા ટેમ્પોની બાઈક સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો. આ ઘટનામાં બાળકીનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. અકસ્માત બાદ ફરાર ટેમ્પો ચાલકને શોધવો પોલીસે ચક્રો ગતિમાન કર્યા.
ઘટનાની પ્રાપ્ત વિગત શહેરમાં શહેરમાં ભારે વાહન ચાલકો બેફામ બન્યા. શહેરમાં મોડી રાત્રે લોખંડનો સામાન ભરેલ એક ટેમ્પો ટ્રકની બાઈક સાથે ટક્કર થઈ. આ અથડામણમાં બાઈક પર સવાર પાંચ વર્ષની બાળકી નીચે પટકાઈ. આ ટક્કર એટલી ગંભીર હતી કે રોડ પર માથું પટકાતા ઘટનાસ્થળ પર જ પાંચ વર્ષની બાળકીનું મોત નિપજયું. બાઈક ચાલક બાળકીના મૃત્યુને લઈને વધુ આઘાતમાં છે. શહેરમાં મોડી રાત્રે વિહાર થિયેટર પાસે ટેમ્પો ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું. પોલીસને અકસ્માતની માહિતી મળતા ઘટનાસ્થળ પર પંહોચી. અકસ્માતમાં બાળકીનું મોત થતા ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે ભેગા થયેલ ટોળાંમાંથી કોઈએ ચાલક અંગેની માહિતી આપતા પોલીસે ગણતરીના સમયમાં ટેમ્પો ચાલકની ધરપકડ કરી. પોલીસે અકસ્માતની વિગતો પ્રાપ્ત કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી.
રાજ્ય સરકાર એકબાજુ અકસ્માતોની સંખ્યા ઘટાડવા પ્રયાસ કરી રહી છે. અને આથી ટ્રાફિક નિયમનને લઈને કડક નિયમો બનાવી રહી છે પરંતુ છતાં પણ પ્રતિદિન અકસ્માતમાં મોત થયાના સમાચાર જોવા મળતા હોય છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે મોટા સમાચાર! અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
આ પણ વાંચો:ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો, 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો કેવું રહેશે હવામાન?
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ વધશે! 20 શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે
