Ahmedabad News : અમદાવાદમાં રહેતા એક સિનીયર સિટીઝને આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ મહિનાના સમયગાળામાં તેમના નામ-સરનામાનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિના ફોટા વાળા આધારકાર્ડ, પાન કાર્ડ બનાવીને ટપાલ દ્વારા અલગ અલગ તારીખે તેમના ઘરે આવ્યા હતા. ઉપરાંત આ આધારકાર્ડમાંથી કોઈ આધારકાર્ડનો ઉપયોગ કરીને આરોપીઓએ કોટક મહિન્દ્રા બેન્કમાં ખાતુ ખોલાવીને તેમાં ગેરકાયદે ટ્રાન્ઝેક્શન પણ કર્યા હતા.
ફરિયાદીના ઘરે બેન્ક ખાતાની ચેકબુક જતા તેમને આ અંગે જાણ થઈ હતી. જેને આધારે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદને આધારે પોલીસે વેલ ઓર્ગેનાઈઝ્ડ ગેંગના મુકેશ એ.ગોંડલીયા, મુકેશ ઉર્ફે દાદા ડી. ગોસ્વામી, ધીરજ ઉર્ફે ધીરુભાઈ કે.પટેલ, કિસ્મતઅલી ઉર્ફે અરમાન એચ.કુરેશી અને કમલેશ જી.જોશીની ધરપકડ કરી હતી.
તપાસમાં આરોપી મુકેશ સામે અસલાલી, ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન,માં બે ગુના, એરપોર્ટ, અડાલજ અને સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. જ્યારે ધીરજ સામે ગાંધીનગર એલસીબી અને અમદાવાદમાં 3 ગુના નોંધાયેલા છે. કિસ્મતઅલી સામે ગાંધીનગરમાં એક અને કમલેશ સામે પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં બેંક લોન નહીં ચૂકવતા HTAPના માલિકો સામે નોંધાયો ગુનો, 19 કરોડથી વધુની મિલકતો ટાંચમાં
આ પણ વાંચો:અમદાવાદમાં લુખ્ખાઓનો આતંક: પોલીસની હાજરીમાં તલવાર વડે હુમલાની ઘટના, લુખ્ખાઓની કરાઈ ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદ સિવિલ મેડિસિટીના ડેવલપમેન્ટના અંદાજીત રૂ. ૮૪૦ કરોડના માસ્ટર પ્લાનનું આયોજન
