Banaskantha News/ બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે 14.87 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે એક આરોપીની ધરપકડ કરીને ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી

Top Stories Gujarat

Banaskantha news : બનાસકાંઠાના વડગામ તાલુકાના મુમનવાડા વડગામ રોડ પર મોરૈયા ગામ પાસેથી કારમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલ(SMC)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે મોરૈયા ગામ પાસે જાળ બિછાવીને ફોરચ્યુનર કાર અટકાવી હતી. તપાસ કરતા કારમાંથી રૂ. 4,82,782 ની કિંમતની 2450 દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળીને કુલ રૂ. 14,87,782 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં રાજસ્થાનના ઝાલોરના રહેવાસી રવિન્દ્ર એમ,બિશ્નોઈની ધરપકડ કરી હતી. જ્યારે ચાર ફરાર આરોપી દારૂનો જથ્થો ભરી આપનારા બનાસકાંઠાના મનીષ પરમાર, દારૂ ભરેલી કાર આપી જનાર વિપુલ, દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ તથા કારના ડ્રાઈવરની શોધ હાથ ધરી છે.

આ કેસની વધુ તપાસ વડગામ પોલીસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન

આ પણ વાંચો: જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા

આ પણ વાંચો: જામનગરના એડવોકેટની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીના ભાઈની ગેરકાયદે દુકાનો પર ફેરવાયું બુલડોઝર