Natinal News : પંજાબ(Punjab) અને હરિયાણા(Hariyana) હાઈકોર્ટે જાહેર રસ્તા પર સ્ટંટ ને ‘અવિચારી અને અસંવેદનશીલ વલણ’ ગણાવ્યું છે અને કહ્યું છે કે તેને માત્ર બેદરકારી અને બેફામ ડ્રાઈવિંગના કેસ તરીકે ગણી શકાય નહીં, પરંતુ પ્રથમ દૃષ્ટિએ તેને દોષિત હત્યા તરીકે વર્ગીકૃત કરવાની જરૂર છે. હાઇકોર્ટની આ ટિપ્પણી એવા કેસમાં આવી છે, જેમાં એક બાઇક સવાર યુવકનું મોડિફાઇડ ટ્રેક્ટર સાથે થયેલા અકસ્માતમાં મોત થયું હતું. આ ઘટનામાં આરોપ છે કે આરોપી લખબીર સિંહ(Lakhbir Sinh)(ટ્રેક્ટર ડ્રાઈવર)એ એક વધારાનો ટર્બો પંપ લગાવીને તેના ટ્રેક્ટરની સ્પીડ વધારી દીધી હતી.
મૃતક ગુરજંત સિંહ(Gurajant Sinh) તેના મિત્ર સાથે બાઇક પર સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન આરોપીએ ટ્રેક્ટરનો આગળનો ભાગ હવામાં ઉંચકીને સ્ટંટ કર્યો હતો, જેના કારણે ટ્રેક્ટરનો આગળનો ભાગ બાઇક સવાર પર પડી ગયો હતો. અકસ્માત બાદ ગુરજંત સિંહ(Guarajant Sinh)ને ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. લખબીર સિંહે(Lakhbir Sinh) આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે જાહેર રસ્તા પર સ્ટંટ કરવા અને તે પણ ટ્રાફિક અધિકારીઓની જાણ વગર જાહેર સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
જો આવા સ્ટંટથી કોઈનું મૃત્યુ થાય છે, તો તે દોષિત હત્યા હેઠળ આવે છે. આ કેસમાં એક વીડિયો ક્લિપનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપી જાહેર રસ્તા પર તેજ ગતિએ સ્ટંટ કરી રહ્યો હતો. જો આવા કિસ્સાઓમાં ઉદારતા દાખવવામાં આવે તો પહેલાથી જ અસુરક્ષિત રસ્તાઓ વધુ જોખમી બની જશે. કોર્ટે કહ્યું કે અરજદાર સામે પ્રાથમિક દ્રષ્ટિએ કેસ કરવામાં આવ્યો છે અને આ કેસમાં આગોતરા જામીન આપવા યોગ્ય નથી. ગુનાની અસરને ધ્યાનમાં લેતા, આગોતરા જામીન માટે કોઈ આધાર નથી.
આ પણ વાંચો: રેલ્વે સ્ટેશન પર જીવના જોખમે યુવાનો સ્ટંટ કરી બનાવી રહ્યા હતા રીલ પછી….
આ પણ વાંચો: રસ્તા પર ઘોંઘાટ અને સ્ટંટ કરતાં વાહનચાલકો સામે વડોદરા પોલીસની તવાઈ
આ પણ વાંચો: સ્કૂલ બંક કરીને સગીર દ્વારા કારનો સ્ટંટ,એક મહિલાનું મોત, પુત્રી ગંભીર રીતે ઘાયલ
