Ahmedabad News/ અમદાવાદના ધારાસભ્ય અમુલ ભટ્ટ ફરી વિવાદમાં, રાષ્ટ્રીય શોક દરમ્યાન કરી ઉજવણી

અમદાવાદમાં MLA અમુલ ભટ્ટ સામે વધુ એક વિવાદ સામે આવ્યો. અમુલ ભટ્ટ પર આક્ષેપ છે કે રાષ્ટ્રીય શોક દરમિયાન તેમણે રાજકીય ઉજવણી કરી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં MLA અમુલ ભટ્ટ () સામે વધુ એક વિવાદ સામે આવ્યો. અમુલ ભટ્ટ પર આક્ષેપ છે કે રાષ્ટ્રીય શોક દરમિયાન તેમણે રાજકીય ઉજવણી કરી. હાલમાં MLA કાર્યાલય બહાર થતી ઉજવણીની વિડીયો વાયરલ થયો છે. કાર્યાલય બહાર ફટાકડા ફોડીને નાચગાન કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો. ઉજવણીના વિડીયોને લઇ MLA અમુલ ભટ્ટ પર સવાલ ઉઠ્યા છે. ઉજવણીની વિડીયો વાયરલ થતા લોકો નારાજગી દર્શાવી રહ્યા છે. જો કે વહીવટીતંત્ર દ્વારા અમુલ ભટ્ટ સામે કોઈ પગલાંલ લેવાય તેવી સંભાવના છે.

હાલમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું અવસાન થયું હતું. પૂર્વ PMના નિધનને પગલે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો. અને છતાં પણ MLA અમુલ ભટ્ટના કાર્યાલય બહાર કોઈ પ્રકારની ઉજવણી થઈ હતી જેનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય અમુલ ભટ્ટે માફી માંગી છે.

જણાવી દઈએ કે ધારાસભ્ય અમુલ ભટ્ટ અગાઉ પણ વિવાદમાં નિશાન બનેલા છે. થોડા મહિના અગાઉ ધારાસભ્યએ પોતે અમદાવાદમાં બહેન-દીકરીઓ સલામત ન હોવા અંગેની પોલીસ અને કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી. ખાસ કરીને દાણીલીમડા જેવા વિસ્તા શહેરના પૂર્વ વિસ્તારમાં મહિલાઓ સુરક્ષિત ના હોવાની ફરિયાદ કરતા તેમના જ પક્ષના લોકો પણ રોષે ભરાયા હતા. કારણ કે મહિલાઓને લઈને ગુજરાતની છબી ભારત ઉપરાંત વિદેશમાં વધુ સલામતી અને સુરક્ષિત હોવાની છે. અને ત્યારે ભાજપના ગઢ એવા ગુજરાતમાં જ ભાજપના જ ધારાસભ્ય મહિલાઓ અસલામત હોવાનો મુદ્દો ઉઠાવતા વિવાદનો મધપૂડો છેડાયો હતો. આગેવાન નેતાઓએ દરમ્યાનગીરી કરતાં બધુ થાળે પડ્યું હતું. અને હવે રાષ્ટ્રીય શોક વચ્ચે કાર્યાલય બહાર ફટાકડા ફોડી ઉજવણી કરતા વધુ એક વખત વિવાદનું કેન્દ્ર બન્યા છે. જો કે આ મામલે તેમણે માફી માંગી છે. પરંતુ વીડિયો વાયરલ થયા બાદ આ મામલે અમુલ ભટ્ટ સામે કોઈ પગલાં લેવાશે કે કેમ તે જોવાનું રહેશે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇન ઓછી થતી નથી, કોરોનાની વાસ્તવિકતાના જુઓ દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી