Gandhinagar News/ ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં,31 ફર્સ્ટની ઉજવણીને લઈને સઘન ચેકિંગ

ગુજરાતમાં હાલ 31stને લઈ પોલીસ ખડે પગે છે ત્યારે ગઈ કાલે રાત્રે ગુજરાતમાં પણ નવા વર્ષને  ખુબજ ધામ ધૂમથી વેલકમ કરવામાં આવ્યું છે. 

Top Stories Gujarat

Gandhinagar News:ગુજરાતમાં હાલ 31stને લઈ પોલીસ ખડે પગે છે ત્યારે ગઈ કાલે રાત્રે ગુજરાતમાં પણ નવા વર્ષને  ખુબજ ધામ ધૂમથી વેલકમ કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાં યુવાનો નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. 31મીની ઉજવણીને લઈને ગાંધીનગર પોલીસનું ચેકિંગ શરૂ થઈ ગયું છે. ગાંધીનગર જિલ્લા અને શહેરના તમામ જાહેર માર્ગો પર પોલીસ તૈનાત છે.

31મીની ઉજવણીમાં યુવાનોએ દારૂ કે અન્ય નશાનું સેવન કર્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે ગાંધીનગર પોલીસે વાહનચાલકો નશામાં છે કે કેમ તેની પણ ચકાસણી કરી છે. 31મી ડિસેમ્બરથી ગાંધીનગરના તમામ માર્ગો પર પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે. દારૂ પીને વાહન ચલાવનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે 31મીની ઉજવણી દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે મહિલા પોલીસ કાર્યરત છે.

31મીએ ગાંધીનગર પોલીસની મહિલાઓ સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે. જો કોઇ યુવક મહિલાની છેડતી કરશે તો તેને કસ્ટડીમાં લેવામાં આવશે. ગાંધીનગર સેક્ટર 30 સર્કલ, CH0, સરગાસણ, ગિફ્ટ સિટી, કુડાસણ, અડાલજ, રિલાયન્સ ચોકડી જેવા માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને નિવારણ લાવ્યા

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર બાલ દિવસની ઉજવણી થલતેજ ગુરુદ્વારામાં કરી, લંગર સેવામાં ભોજન પીરસ્યું