Ahmedabad News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર બાલ દિવસની ઉજવણી થલતેજ ગુરુદ્વારામાં કરી, લંગર સેવામાં ભોજન પીરસ્યું

રાષ્ટ્ર અને ધર્મરક્ષા માટે બલિદાન આપનારા શીખ બાળની સ્મૃતિ સદાકાળ ચિરંજીવ રાખવા દેશભરમાં ૨૦૨૨થી ૨૬ ડિસેમ્બરે “વીર બાલ દિવસ”ની ઉજવણી થાય છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજી ના 2 નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ની પ્રેરણાથી ૨૦૨૨ થી તા. ૨૬ ડિસેમ્બરને દેશભરમાં વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પ્રસંગે શહેરના મેયર પ્રતિભા જૈન, સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્યો અમિત શાહ, જીતુ પટેલ, અમુલ ભટ્ટ,  દર્શના વાઘેલા, ડેપ્યુટી મેયર  જતીન પટેલ, સ્ટે. ચેરમેન દેવાંગ દાણી તથા પ્રદેશ અને શહેર સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શીખ સમુદાયના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી (CM) ગુરુદ્વારામાં યોજાયેલા શબદ કીર્તનમાં જોડાયા હતા અને ભક્તિભાવ પૂર્વક ગુરુ ગ્રંથ સાહેબના દર્શન પૂજન તેમણે કર્યા હતા.  એટલું જ નહીં, થલતેજ ગુરુદ્વારામાં કરવામાં આવતી લંગર સેવામાં જોડાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, રાષ્ટ્ર પ્રથમનો ભાવ બાળકો-યુવાઓમાં જાગૃત કરતો દિવસ “વીર બાલ દિવસ”છે. દેશના સ્વાભિમાન અને સ્વધર્મ રક્ષા માટે પરંપરાનું મહત્વનું યોગદાન ત્યાગ તપસ્યા અને બલિદાનથી ભરેલું છે. વીર બાલ દિવસ એ સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ તથા સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝુકવાના બદલે પોતાના પ્રાણની આહુતિ આપવાની આપણી શૌર્યગાથાનું પ્રતીક છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi) એ દેશમાં દશકોથી ચાલતી આવતી પરંપરાને ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે. દેશના બાળકોની વિશેષ ઉપલબ્ધિઓ, સાહસ અને શૌર્યને બિરદાવવા દર વર્ષે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે. પરંતુ વડાપ્રધાન(PM)એ આ વર્ષથી વીર બાલ દિવસે આ પુરસ્કાર આપવાની નવી પ્રથા શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘વીર બાલ દિવસ’ કાર્યક્રમમાં PM મોદી રહ્યા હાજર, જાણો આ દિવસનું મહત્વ

આ પણ વાંચો: PM મોદીએ આપેલા ‘વીર બાલ દિવસ’ના નામથી શીખ સમુદાય નારાજ, હવે શીખ સંસ્થાએ આ નામથી ઉજવણી કરવાની કરી જાહેરાત

આ પણ વાંચો: 26 ડિસેમ્બર હવે ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવાશે ,પ્રકાશ પર્વ પર PM મોદીની જાહેરાત