Ahmedabad News: અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ રિંગરોડ પર વિદ્યાર્થીને અકસ્માત (Accident) નડ્યો છે. રિક્ષાની અડફેટે આવતાં વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘાયલ વિદ્યાર્થીને સ્થાનિકોએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
મોટા હોય કે નાના શહેરો, અકસ્માતો હવે ધાણી ફૂટ્યાંની જેમ થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ રોડ પર આઇસર ટ્રકે લોડિંગ રિક્ષાને અડફેટે લેતા વિદ્યાર્થી પણ લપેટમાં આવ્યો હતો. માલસામાન ભરેલી લોડિંગ રિક્ષા સાયકલ પર જઈ રહેલા વિદ્યાર્થીને અથડાઈ હતી. જેથી વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં નજીકનવા લોકોએ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:કેદીઓ માટે દારૂની પાર્ટી યોજવા માટે ફરી બદનામ થઇ ખાખી
આ પણ વાંચો:બ્રિટિશ કબ્રસ્તાન નસેડીઓનો અડ્ડો બન્યો, ખુલ્લેઆમ થઈ રહી છે દારૂની પાર્ટીઓ!
આ પણ વાંચો:રાજકોટ હોટલ નોવા ગ્રુપની 31st પાર્ટીમાં દારૂની બોટલ સાથે ડાન્સનો વીડિયો થયો વાયરલ
