Surat News/ સુરત શહેર ભાજપને નવા પ્રમુખ મળશે, નિરીક્ષકો સુરત આવશે

પ્રમુખોની નિમણૂક માટે કેન્દ્રથી નિરીક્ષકો સુરત આવશે.

Top Stories Gujarat Surat

Surat News: સુરત શહેર ભાજપને નવા પ્રમુખ (President) મળશે. ભાજપ પ્રમુખની નિમણૂક માટે નિરીક્ષકો સુરત આવશે. સૌરાષ્ટ્રવાસી અને સુરતી લોબીના નેતાઓ દાવેદાર હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.

રાજ્યમાં નવા શહેર અને જીલ્લા પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા (Election) હાથ ધરવામાં આવી રહી છે. પ્રમુખોની નિમણૂક માટે કેન્દ્રથી નિરીક્ષકો સુરત આવશે. સુરત શહેર માટે રિપીટેશનની પણ પ્રબળ શક્યતા જણાઈ રહી છે. સુરત ભાજપ પ્રમુખ માટે સુરતી તરીકે કેયુર ચપટવાલા, જગદીશ પટેલ, પરેશ પટેલ, નીરવ શાહ અને હેમાલી બોઘાવાલા પણ દાવેદાર ગણાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્ર્ર લોબી તરફી નિરંજન જાંજમેરા રિપીટની શક્યતા જણાઈ રહી છે.

જનક બગદાણા, લલિત વેકરીયા, દિનેશ જોધાણીના નામ પણ ચર્ચામાં છે, હાલમાં સુરત શહેર ભાજપ પ્રમુખ પાટીદાર, મેયર પણ પાટીદાર છે ત્યારે ફરીથી તેઓ ચૂંટાય તેવા એંધાણ છે. સુરત શહેર ભાજપ પ્રમુખ OBCમાંથી બનાવાની પણ શક્યતાઓ જોવા મળી છે. નિરંજન ઝાંઝમેરાના રિપીટેશનની પણ પ્રબળ શક્યતાઓ જોવા મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગર પ્રદેશ કાર્યાલય આજે ભાજપની મહત્વની બેઠક

આ પણ વાંચો:રાજ્યમાં આવતીકાલથી ભાજપ આગામી જીલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે

આ પણ વાંચો:ગાંધીનગર: પ્રદેશ ભાજપ ઉદય કાનગડનું નિવેદન