Narmada News/ SOUની જંગલ સફારીમાં દીપડાએ હરણનો શિકાર કરતા અન્ય પાંચ કાળિયાર ફફડીને મોતને ભેટ્યા

સરકારી પ્રોટોકોલ મુજબ જંગલ સફારી પાર્કમાં જ પશુ ચિકિત્સકની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરી અગ્નિદાહ અપાયો હતો

Top Stories Gujarat

Narmada News : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલા જંગલ સફારી પાર્કમાં રહેલા પ્રાણીઓ અગાઉ કોઈકને કોઈક કારણોસર મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. આજરોજ વેહલી સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્કમાં દીપડો ઘૂસી ગયો હતો અને 8 કાળિયાર હરણનો શિકાર કર્યો હોવાની એક ઘટના બની હતી. ડિરેક્ટરના જણાવ્યા અનુસાર દીપડાએ એક કાળિયાર હરણનું મારણ કર્યું હતું અને બીજા અન્ય પાંચ હરણ ફફડીને મરી ગયા હતા.

કેવડીયા આસપાસના જંગલ વિસ્તારમાં ઘણા બધા માનવભક્ષી દીપડાઓ છે. ત્યારે વેહલી સવારે આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડો અચાનક સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકના જંગલ સફારી પાર્કમાં ઘૂસી આવ્યો હતો અને કાળિયાર હરણ જ્યાં રાખેલા છે ત્યાં જઈ ચઢ્યો હતો. દીપડાએ એક પછી એક 8 જેટલાં કાળિયાર હરણનો શિકાર કરતા તમામના મૃત્યુ નીપજ્યાં હતા.

દીપડો ઘૂસ્યો એ દરમિયાન જંગલ સફારી પાર્કમાં નાઈટ ડ્યુટી કરી રહેલા એનિમલ કિપરોમાં નાસભાગ મચી હતી. તેઓ દીપડાથી પોતાનો જીવ બચાવવા માટે નજીકના ગેજમાં સંતાઈ ગયા હતા. જો કે એનિમલ કીપરોએ બુમા બુમ કરી મુકતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. હવે એ દીપડો હજુ જંગલ સફારી પાર્કમાં જ છે કે સફારી પાર્કની બહાર નીકળી ગયો છે એ હજુ જાણવા મળ્યું નથી.આ બાબતે કેવડીયામાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારી ડી.એફ.ઓ અગ્નીશ્વર વ્યાસે જણાવ્યું હતું કે, કેવડીયાની આસપાસના સેંચ્યુરી વિસ્તારમાંથી જંગલ સફારી પાર્કમાં દીપડો આવી ગયો હતો અને 8 કાળિયાર હરણો પર હુમલો કરતા એમનું મૃત્યુ નીપજ્યું હતું.

સરકારી પ્રોટોકોલ મુજબ જંગલ સફારી પાર્કમાં જ પશુ ચિકિત્સકની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરી અગ્નિદાહ અપાયો હતો. આખો વિસ્તાર CCTVથી કવર કરેલો છે એટલે એ દીપડો ક્યાં છે એની તપાસ ચાલુ છે. આ ઘટનાનો અમે વાઇલ્ડ લાઈફ પી.સી.સી.એફ અને સરકારમાં રિપોર્ટ કરી દીધો છે. દીપડો જંગલ સફારી પાર્કમાં જ છે કે બહાર નીકળી ગયો છે અને કેટલા હરણનું મારણ થયું તે પણ તપાસનો વિષય છે.ડિરેક્ટર વિપુલ ચક્રવતી જણાવ્યું કે, આ ઘટના બાદ જંગલ સફારી પાર્કનું સંચાલન કરી રહેલી એક ખાનગી કંપનીએ સ્થાનિક વન વિભાગને જાણ કરી હતી. જે બાદ તુરંત એ ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને મૃત્યુ પામેલા કાળિયાર હરણો પર દીપડાએ કેવી રીતે હુમલો કર્યો એ બાબતે તપાસ હાથ ધરી હતી. દીપડો જંગલ સફારી પાર્કમાં જ છે કે બહાર નીકળી ગયો એ મુદ્દે મૂંઝવણ છે. સફારી પાર્કમાં 440થી વધુ CCTV કેમેરા લગાવેલા છે. વધુમાં એકનું મારણ કર્યું હતું અને અન્ય પાંચ ફફડીની મૃત્યુ પામ્યા હતા એમ કુલ છનાં મૃત્યુ થયા છે.

કવડિયાની ચારેબાદુ જંગલી દીપડાની સંખ્યા વધુ છે તેમાંથી એક દીપડો 1 જાન્યુઆરી, 2024ના દિવસે જંગલ સફારી પાર્કમાં ધૂસી આવ્યો હતો. જંગલી દીપડાએ એક હરણનું શિકાર કર્યું હતું અને અન્ય પાંચ ફફડીને મરી ગયા હતા. અમારા અનુમાન પ્રમાણે આ જંગલી દીપડો ટેન્ટ સીટી તરફથી આવ્યો હતો. પાર્કમાં 24 કલાક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે, લગભગ એ દીપડો કેમ્પસમાંથી એ જ રાત્રે બહાર નીકળી ગયો છે. કેમ કે એકપણ કેમેરામાં દીપડો જોવા મળ્યો નથી.

સફારી પાર્કમાં 440થી વધુ CCTV કેમેરા લગાવેલા છે. એ સીવાય દીપડાની હલચલને જોવા માટે 8 કેમેરા ટ્રેપ્સ લગાવેલા છે. ટુરીસ્ટોની સેફ્ટી માટે અમારા સિક્યુરીટી ગાર્ડ છે તેમજ સેન્ટર કમાન્ડ દ્વારા સતત 24 કલાક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.દીપડો જંગલ સફારી પાર્કમાં જ છે કે બહાર નીકળી ગયો એ મુદ્દે મૂંઝવણ છે. સફારી પાર્કમાં 440થી વધુ CCTV કેમેરા લગાવેલા છે. વધુમાં એકનું મારણ કર્યું હતું અને અન્ય પાંચ ફફડીની મૃત્યુ પામ્યા હતા એમ કુલ છનાં મૃત્યુ થયા છે. જ્યારે બીજી બાજુ વન વિભાગના અધિકારી ડી.એફ.ઓ અગ્નીશ્વર વ્યાસે જણાવ્યું કે કુલ આઠ હરણનું દીપડાએ મારણ કરેલ છે. તો હવે જોવાનું રહ્યું કે સાચું કોણ. તપાસમાં વધુ માહિતી બહાર આવશે.

જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે આટલી ચૂસ્ત વ્યવસ્થા હોવા છતાં પણ બહારના જંગલમાંથી દીપડો ઘૂસી જતો હોય તો આ જોતા સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ અને અંદર કામ કરતા કર્મચારીઓનો જીવ જરૂર જોખમમાં છે એમ કહી શકાય. આ ઘટના બાદ જંગલ સફારી પાર્કના કર્મચારીઓ અને આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે વધુ ચૂસ્ત વ્યવસ્થા કરવામાં આવે એ જરૂરી બન્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી

આ પણ વાંચો: વલસાડ/ 1.5 કરોડની ચોરી મામલે, ફરિયાદી જ નીકળ્યો આરોપી

આ પણ વાંચો: વલસાડ : બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવતા શિક્ષકોનો વિડીયો વાઈરલ