Gujarat News : ગુજસેલમાં ફરજ દરમ્યાન સત્તાનો દૂરપયોગ કરી સરકારી તિજોરીને લાખો રૃપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં સસ્પેન્ડેડ કેપ્ટન અજય ચૌહાણની સામે અદાલતે દ્વારા જારી કરવામાં આવેલા બિન જામીન પાત્ર વોરંટ બાબતે આગળની કાર્યવાહી કરવા સામે ગુજરાત હાઇકોર્ટે મનાઈ હુકમ જારી કર્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી તા. 24 ફેબ્રુઆરીનાં રોજ રાખવામાં આવી છે. દરમિયાન રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે ચૌહાણ વિદેશ ચાલી ગયા છે અને તપાસમાં હાજર થઈ રહ્યા નથી.
ઉલખેનીય છે કે ચૌહાણે પોતાની ધરપકડથી બચવા હવે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે તેની સુનાવણી માટે પડતર છે. કેપ્ટન અજય ચૌહાણના ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સરકારના ધ્યાન પર આવતા એસીબીમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી.બીજીબાજુ, કેપ્ટન અજય ચૌહાણ વિરૃધ્ધ વોરંટ પણ નીકળ્યુ હોઇ તેમણે વોરંટ રદ કરાવવા પણ અરજી કરી હોઇ જયાં સુધી વોરંટ રદ ના થાય ત્યાં સુધી અદાલત આગોતરા જામીન અરજી સાંભળી શકે નહી તેવા કાયદાકીય મુદ્દે સરકારપક્ષ તરફથી સમય મંગાતા હાઇકોર્ટે કેપ્ટન અજય ચૌહાણની આગોતરા જામીન અરજીની વધુ સુનાવણી થઈ શકી નહોતી.
દરમ્યાન બિન જામીન પાત્ર વોરંટ ની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવતા ચૌહાણના વકીલ તરફથી રજૂઆત કરાઈ હતી કે પોલીસ તપાસ માટે આ રીતે વોરંટ નીકળી શકે નહિ. અદાલતમાં આરોપીની હાજરી માટે જ કોર્ટ દ્વારા નીકળી શકે. પ્રસ્તુત કેસમાં આરોપી કેસની તપાસ અને સાક્ષીઓ ઉપર પ્રભાવ ઊભો કરી શકે તેમ હોવાથી કેસની તપાસમાં મદદ માટે પોલીસ દ્વારા કોર્ટમાં વોરંટ જારી કરવા માટે અરજી કરાઈ હતી.
તે મંજૂર કરીને વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચારના આ વિવાદીત પ્રકરણમાં ગુજસેલના સિનિયર ચીફ સીકયોરીટી ઓફિસર અને જનરલ મેનેજર દ્વારા કેપ્ટન અજય ચૌહાણ, કેશમેક એવીએશન પ્રા.લિ.ના ડાયેરેકટર અલ્પેશ ત્રિપાઠી અને એકાઉન્ટન્ટ અલ્પેશકુમાર પ્રજાપતિ વિરૃધ્ધ એસીબીમાં ફરિયાદ નોધાવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કેપ્ટન અજય ચૌહાણ અત્યારે વિદેશમાં છે.
તેમણે પોતાની ફરજ દરમિયાન સરકારના ઉડ્ડયન હેતુસર રાખવામાં આવેલ સરકારી એરક્રાફટમાં કોઈપણ જાતની પરવાનગી લીધા સિવાય સત્તાનો દુરઉપયોગ કરી પોતાના કુટુંબીજનોને અંગત હવાઈ મુસાફરી કરાવી સરકારી તિજોરીને આથક નુકશાન પહોંચાડેલ હતું. તો, ગુજસેલમાં મેનપાવર પૂરો પાડવા કેશમેક એવીએશન પ્રા.લિ. સાથે ગેરકાયદે કરાર કરી આરોપીઓ સાથેના મેળાપીપણામાં રૃ.72 લાખથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હતો.
આ પણ વાંચો: BZ ગ્રુપ કૌભાંડ: CID ક્રાઈમે નરેશ હિસાબનીશની કરી ધરપકડ, ઝાલાના રિમાન્ડ પૂરા થતા જેલમાં
આ પણ વાંચો: BZ કૌભાંડ મામલો ગરમાયો, તલોદ માર્કેટયાર્ડ ચેરમેનના નામે CIDમાં નનામી અરજી!
આ પણ વાંચો: ઝાલાના મોબાઈલમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી
