Gandhinagar News/ ગુજરાતમાં ઠંડીથી મળશે રાહત, વાદળો છવાશે, કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા

આગામી 14થી 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં વાદળો છવાયેલા રહેશે અને તાપમાનમાં વધારો થશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે ઓછો થતો જાય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 14થી 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં વાદળો છવાયેલા રહેશે અને તાપમાનમાં વધારો થશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની પણ શક્યતા છે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થશે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી શકે છે.

આગામી 14થી 16 જાન્યુઆરી પછી રાજ્યમાં ઠંડીથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોના મતે, વાદળો છવાયેલા રહેવાને કારણે ઠંડીમાં ઘટાડો થશે અને લોકોને ગરમીનો અનુભવ થશે. આગામી દિવસોમાં હવામાનમાં અચાનક ફેરફાર થવાની શક્યતા છે.
@ UJJWAL VYAS


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શું ગુજરાતમાં આગામી 48 કલાકમાં ઠંડીમાં રાહત થશે ? લઘુત્તમ પારો ઉંચકાઈ શકે છે

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં 48 કલાક પડશે કાતિલ ઠંડી પછી તાપમાનમાં થશે વધારો

આ પણ વાંચો: પૂર્વીય પવનોથી ઠંડી વધશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળો વરસશે, આ રાજ્યોમાં કોલ્ડવેવની ચેતવણી