Ahmedabad News/ રાજ્યમા HMPV વાયરસના કેસોમાં વધારો, અમદાવાદના 9 મહિનાનો બાળક પોઝિટિવ

અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા 9 મહિનાના બાળકને HMPV વાયરસ પોઝિટિવ આવ્યો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : રાજ્યમાં HMPV વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા 9 મહિનાના બાળકને HMPV વાયરસ થયો છે. બાળકને શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં 6 જાન્યુઆરીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. 9 જાન્યુઆરીએ બાળકનો HMPV ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથે રાજ્યમાં HMPV વાયરસના કુલ કેસોની સંખ્યા ત્રણ થઈ છે. અગાઉ અમદાવાદમાં જ બે અન્ય કેસ નોંધાયા હતા. આ વાયરસને કારણે બાળકોમાં શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે.

આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અને બાળકોને ઠંડીથી બચાવવાની સલાહ આપી છે. જો કોઈ બાળકને શરદી, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરવો જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં HMPV બીજો કેસ, 80 વર્ષના વૃદ્ધનો કેસ, સેમ્પલને ગાંધીનગર મોકલાયું

આ પણ વાંચો: હિંમતનગરમાંથી HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક

આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલો HMPVને લઈને સતર્ક : શરદી-ખાંસી હોય તેવા બાળકો માટે માસ્ક ફરજિયાત કરાયું