Dahod News : દાહોદ જિલ્લાના સુખસર ગામમાં નકલી ઇન્કમટેક્સ(IT) રેડમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ નાણા ધિરનાર વેપારીને નિશાન બનાવી રૂ.25 લાખની માંગણી કરી હતી અને રૂ. 2 લાખ રોકડા પણ લીધા હતા.
આ મામલે મળતી માહિતી મુજબ, 6 નકલી ઇન્કમટેક્સ(IT) અધિકારીઓએ વેપારી અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાને રેડ પાડી હતી. નકલી ઇન્કમટેક્સ(IT) અધિકારીઓના વેશમાં આવેલા આ શખ્સોએ વેપારીને ધમકાવી દાગીના અને ચોપડા જમા કરવાની ધમકી આપી હતી. જો કેસ ન કરવા માટે વેપારી પાસેથી રૂ. 25 લાખની માંગણી કરવામાં આવી હતી અને રૂ. 2 લાખ રોકડા પણ લેવામાં આવ્યા હતા.
આ મામલે પોલીસે ભાવેશ બીપીનચંદ્ર આચાર્ય (હાથીજણ, અમદાવાદ) અને અબ્દુલ સુલેમાન (દાહોદ)ને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 4 આરોપીઓ હજુ પકડાયા નથી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરવા અંગે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ દાહોદ જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે, લોકોમાં ભારે રોષ છે. પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ હજુ પણ અન્ય 4 આરોપીઓ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો: પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે ફીલ્મી સ્ટાઇલ થી નકલી ઇન્કમટેક્સ ઓફીસરોની રેડ
આ પણ વાંચો: SSC Fail બન્યો ઇન્કમટેક્સ અધિકારી, ચૂંટણી આચારસંહિતા લાગુ થતાં અધિકારીનો ભાંડો ફૂ્ટયો
આ પણ વાંચો: સાવધાન રહો: IT ડિપાર્ટમેન્ટના નામે તમને મળી શકે છે આવા બોગસ ઇમેલ
