rajal barot/ ગુજરાતની લોકગાયિકા રાજલ બારોટ 4 ફેબ્રુઆરીએ સાત ફેરા ફરશે

લોકડાયરામાં આજે રમઝટ જમાવનાર રાજલ બારોટે લગ્ન માટે મહેમાનોને આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે.

Trending Gujarat

Ahmedabad News: ગુજરાતમાં લોકગીત-સંગીતના વારસાને આગળ ધપાવવામાં મોખરે રહેલા સ્વ. મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટ (Rajal Barot) આગામી 4 ફેબ્રુઆરીના રોજ અલ્પેશ બાંભણિયા સાથે લગ્નગ્રંથિ(Wedding)થી જોડાશે.

રાજ્યમાં લોકગાયિકા (Folk singer) તરીકે ઉભરી આવનાર પ્રખ્યાત લોકગાયક સ્વ. મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે 20 મેના રોજ ધામધૂમથી ભાવિ પતિ જોડે સગાઈ કરી હતી. સ્વ. મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટનો જન્મ પાટણના બાલવા ખાતે થયો હતો. રાજલ બારોટને ગાયકીનું પ્રથમ શિક્ષણ તેના પિતાએ આપ્યું હતું. રાજલના પ્રથમ ગુરૂ તેના પિતા છે. લોકડાયરામાં આજે રમઝટ જમાવનાર રાજલ બારોટે લગ્ન માટે મહેમાનોને આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે.

રાજલ બારોટના ભાવિ પતિ ઉનામાં યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. ઉના નગરપાલિકાના સભ્ય અને સમાજસેવક છે. રાજલ બારોટે જુલાઈ 2006માં પહેલી વખત લોકગીતની પ્રસ્તુતિ આપી હતી. જેના શબ્દો હતા, ‘હેલ ભરીને હું તો હાલું ઉતાવળી’ અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારે તે ખૂબ ખુશ હતી. પિતાના વારસાને આગળ ધપાવી રાજલ આજે પોતાના લોકગીતોથી લોકોના મન ડોલાવી રહી છે.

પરિવારમાં ભાઈ તરીકેની જવાબદારી રાજલ બારોટે ઉઠાવી છે. 3 બહેનોના લગ્ન બાદ પોતે ફેબ્રુઆરીમાં સાત ફેરા લેશે. અગાઉ બહેન મેઘલના લગ્નમાં કન્યાદાન કરી નવો ચીલો ચાતર્યો હતો. માતાપિતાની છત્રછાયા ગુમાવનાર રાજલે એકલપંથે બહેનોને મોટી કરી અને સાસરે વળાવી હતી. ભાઈ ન હોવાથી વર્ષોથી તેની બહેનો રાજલને રાખડી બાંધે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકગાયિકા રાજલ બારોટ અલ્પેશ સાથે થઇ સગાઇ…..

આ પણ વાંચો:લોકગાયિકા રાજલ બારોટ 20 મેના રોજ કરશે સગાઈ

આ પણ વાંચો:લોકગાયિકા રાજલ બારોટે નિભાવી પિતાની ફરજ, નાની બહેનોના લગ્ન કરાવી કર્યું કન્યાદાન