Navsari News : નવસારીમાં દિવાલ ધસી પડતા માતા-પુત્રના મોત થયા હતા. જેને પગલે આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવની વિગત મુજબ નવસારીના બામણવાડા ગામમાં સરકારી આવાસની દિવાલ પાસે માતા-પુત્ર જમવા માટે બેઠા હતા. તે સમયે સરકારી આવાસની દિવાલ ધસી પડી હતી. જેને કારણે માતા-પુત્ર દિવાલ નીચે દબાઈ ગયા હતા.
જેમાં બન્નેના કરૂણ મોત નીપજ્યા હતા. જેને પગલે ચીખલી પોલીસ તેમજ FSL અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો,રો-રો ફેરી મારફતે થતી હતી દારૂની હેરાફેરી
આ પણ વાંચો: વકીલાત સાથે દારૂની હેરાફેરી, દહેગામના વકીલ સહિત ત્રણની ધરપકડ,અન્ય15ની શોધ ચાલુ
આ પણ વાંચો: ગીર સોમનાથમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા
