Ahmedabad News : 2002ના કુખ્યાત ગોધરા ટ્રેન આગકાંડના કેસમાં આગામી 13 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ અંગે જાણકારી આપી હતી. આ કેસમાં ગુજરાત સરકાર અને કેટલાક દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી થશે.
2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લગાડવામાં આવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.
આ કેસમાં હાઈકોર્ટના ચુકાદાને પડકારીને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. હવે આ અપીલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
આ પણ વાંચો: 2002ના ગોધરા રમખાણો પર વડાપ્રધાન મોદી ખુલીને બોલ્યા, જાણો પહેલા પોડકાસ્ટમાં શું કહ્યું
આ પણ વાંચો: ગોધરામાં CGSTના દરોડા, કરચોરી કરનારા વેપારીઓમાં ફફડાટ
આ પણ વાંચો: રાજસ્થાનમાં ગોધરાકાંડના પુસ્તક પર પ્રતિબંધ, મંત્રીએ કહ્યું- હિંદુઓને દેખાડવામાં આવ્યા ગુનેગાર
