Mahisagar News : બાલાસિનોર બેંક લૂંટ વિથ મર્ડરના કેસમાં પોલીસને સફળતા મળી છે. ગયા વર્ષે સંતરામપુર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જેમાં એક બેન્ક મેનેજર પોતાની કાર લઈને સંતરામપુર જઈ રહ્યા હતા ત્યારે લૂંટ વીથ મર્ડરનો આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
જેમાં મહીસાગર પોલીસે 12 કલાકમાં જ આ ગુનો ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈને લૂંટની રકમ કબજે કરી હતી. બીજીતરફ કોર્ટ દ્નારા 1.17 કરોડ પોલીસે બેન્કને પરત કર્યા હતા. પોલીસે તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ રકમ બેન્કને પરત કરી હતી.
આ પણ વાંચો: નવસારીના પનાર ગામે ઈસમોએ ખેડૂતનું કર્યુ અપહરણ, પોલીસે તપાસ હાથ ધરી
આ પણ વાંચો: સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર શકમંદ ઝડપાયો, બાતમીદારની સૂચના પર પોલીસે તેની અટકાયત કરી
આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર 4 પોલીસ કર્મી ચાલુ ફરજે વિદેશ પ્રવાસે જતા કર્યા સસ્પેન્ડ
