Ahmedabad News/ કોલ્ડપ્લે કોન્સર્ટ માટે મુંબઈ-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેનો દોડશે !

પશ્ચિમ રેલવે દ્વારા તા. 25 અને 26 જાન્યુઆરીના રોજ 2 ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈને ઉત્સાહ વધી રહ્યો છે. આ કોન્સર્ટ માટે મુંબઈથી અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા તા. 25 અને 26 જાન્યુઆરીના રોજ 2 ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે.

આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 કલાકે ઉપડશે અને બપોરે 2:00 કલાકે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે, આ ટ્રેનો અમદાવાદથી બપોરે 1:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8:40 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

કોલ્ડપ્લેના ચાહકો માટે આ એક શાનદાર તક છે. હવે તેઓ આ ખાસ ટ્રેનો દ્વારા સરળતાથી અમદાવાદ પહોંચી શકશે અને આ ઐતિહાસિક કોન્સર્ટનો આનંદ માણી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોલ્ડપ્લેની ટિકિટ ન મળી? ચિંતા ન કરો, હવે ઘરે બેસીને પણ લાઈવ જોઈ શકશો…

આ પણ વાંચો: પાર્કિંગ સમસ્યા બાદ bookmyshow પર કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટોનું વેચાણ ફરીથી શરૂ : શોના 10 દિવસ અગાઉ રૂ.6500 અને 25000ની ટિકિટનું વેચાણ ચાલુ

આ પણ વાંચો: અવાજને નિયંત્રણ રાખવા સહિતના આદેશ સાથે કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને નોટિસ