Ahmedabad News/ અમદાવાદની શાળાઓમાં આજથી પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાશે

શિક્ષણ અધિકારી દ્વારા સ્ક્વોર્ડની પણ રચના કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)ની શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષા (Pre-Board Exam) આજથી યોજાશે. વાસ્તવમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવા આદેશ કર્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીના આદેશને કારણે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડર દૂર થશે. શહેરની અંદાજિત 574 શાળામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ DEO દ્વારા શહેરની તમામ શાળાઓને પ્રિ-બોર્ડની પરીક્ષા યોજવા આદેશ કરવામાં આવ્યો છે. જેથી હવે ધોરણ 10ની 18 જાન્યુઆરી 24 જાન્યુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાશે. 48,525 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ અનુભવ વિદ્યાર્થીઓને થશે, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર દૂર થાય. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપવામાં આવી છે. પરીક્ષાનાં પેપર પણ સીલ બંધ પેકેટમાં આવશે, શિક્ષણ અધિકારી દ્વારા સ્ક્વોર્ડની પણ રચના કરવામાં આવી છે. સતત ત્રીજા વર્ષે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10ની 18 જાન્યુઆરી 24 જાન્યુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાશે.

ગુજરાત બોર્ડની પરીક્ષાની જેમ જ શાળાઓ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરશે. બોર્ડના પરીક્ષાર્થીઓ મુખ્યબોર્ડની પરીક્ષાથી વાકેફ થાય તે માટે આયોજન કરાયું છે. નોંધનીય છે કે, આ આદેશને કારણે હવે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CISCE આજે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામો કરશે જાહેર

આ પણ વાંચો: ગુજરાત : બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાખંડના CCTV ફૂટેજની ચકાસણીમાં થયો ઘટસ્ફોટ, ગ્રામ્યમાં 21 ગેરરીતિના નોંધાયા કેસ

આ પણ વાંચો: બોર્ડ પરીક્ષામાં કરવું છે ટોપ તો આ રીતે બનાવો ટાઇમ-ટેબલ, પરીક્ષા પહેલા કવર થઇ જશે પૂરો સિલેબસ..