Anand News/ આણંદમાં માતા બોલાવે છે તેમ કહી 18 વર્ષની યુવતી પર બળાત્કાર

થોડા દિવસો પહેલા આણંદમાં બળાત્કારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં આણંદના ઉમરથમાં એક છોકરી પર બળાત્કાર થયો હતો. આ ઘટનામાં, 21 વર્ષનો યુવક 18 વર્ષની છોકરીને એમ કહીને ઘરે લઈ ગયો કે તેની માતા તેને બોલાવી રહી છે. જે બાદ તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો.

Gujarat Others Breaking News

Anand News: થોડા દિવસો પહેલા આણંદમાં બળાત્કારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં આણંદના ઉમરેઠમાં એક છોકરી પર બળાત્કાર થયો હતો. આ ઘટનામાં, 21 વર્ષનો યુવક 18 વર્ષની છોકરીને એમ કહીને ઘરે લઈ ગયો કે તેની માતા તેને બોલાવી રહી છે. જે બાદ તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો.

હજી બંને વચ્ચે ત્રણ મહિના પહેલાં જ પરિચય થયો હતો. આ સમગ્ર ઘટના અંગે યુવતીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમરેઠ પોલીસે ઉમરેઠથી જ આરોપી પાર્થ રાવલની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી અને યુવતી 3 મહિના પહેલા મળ્યા હતા. પછી છોકરીના વિશ્વાસનો લાભ લઈને યુવકે બળાત્કારનો ગુનો કર્યો.

આ ઘટનાને લઈને નાગરિકોમાં રોષ છે. રાજ્યમાં વારંવાર બનતી બળાત્કારની ઘટનાઓને કારણે લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. લોકોએ એવી પણ માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આવું ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આણંદ નજીક એક ગામમાં સગીરા પર દુષ્કર્મ

આ પણ વાંચો: આણંદમાં વિદેશ જવાની લાલચમાં વધુ એક મહિલા છેતરાઈ

આ પણ વાંચો: આણંદ નવી મહાનગરપાલિકામાં વિવાદઃ દેશના નકશામાંથી કરમસદ ગામ ભૂસાયું-સમિતિ, સ્કૂલ-કોલેજ અને દુકાનોની સાથે મંદિરો પણ બંધ