ઉત્તર પ્રદેશની હાથરસનાં પડઘા દેશનાં ખૂણે-ખૂણામાં પડતા હોય તેવુ લાગી રહ્યુ છે. ઉત્તરપ્રદેશમાં હાથરસમાં દલિત યુવતી પર થયેલા ગેંગરેપ અને હત્યાનાં વિરોધમાં ન્યાયની માંગ સાથે મંગળવારે અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ એક દિવસ માટે હડતાળ પર જઇ રહ્યા છે. આજે આ સફાઈકર્મીઓ કચરો નહીં ઉપાડે તથા સફાઈ પણ નહીં કરે.
હાથરસની યુવતી પર થયેલા ગેંગરેપ મુદ્દે ન્યાયની માંગ સાથે એક દિવસ પુરતી સફાઈની કામગીરી બંધ રાખવામાં આવશે. શહેરનાં હજારો સફાઈ કર્મીઓ મંગળવારે કચરો નહીં ઉપાડે. આ યુવતી પર થયેલા અત્યાચારનો સમગ્ર દલિત સમાજે વિરોધ કર્યો છે. આ ઘટનામાં યુવતીનાં પરિવારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર સફાઇકર્મીઓ આજે આ વિરોધ વચ્ચે કલેક્ટરને આવેદન પણ આપશે. આપને જણાવી દઇએ કે, આજે સવારથી જ અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ન તો વિરોધ પ્રદર્શન, ન કોઈ જાહેર સભા. કોરોનાને ધ્યાનમાં રાખીને સફાઈ કર્મચારીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
