Banaskantha News: હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રા દ્વારા ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જેમાં કાંકરેજ બંધ નજીક બનાસ નદી પર બનેલો પુલ તૂટી પડ્યો હતો. નબળા પુલને કારણે અહીં ટ્રેનને 10 કિલોમીટરની ઝડપે દોડવું પડે છે. અને પ્રાપ્ત માહિતી અનુસાર, નબળા પુલને કારણે રેલવેને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આપને જણાવી દઈએ કે, હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાનો વધુ એક તકલાદી પુલ બનાસકાંઠાંમાંથી સામે આવ્યો છે.કંબોઈ ઉંબરી વચ્ચેના રેલ્વે પુલ નિર્માણમાં 100 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે.ત્યારે અમદાવાદના રેલ્વે અધિકારી અશોકકુમાર સિંગે વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે.મંતવ્ય ન્યૂઝના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી રહી છે.મંતવ્ય ન્યૂઝના અહેવાલને પગલે અસમ-દિલ્હી સહિતની ટીમો દ્નારા તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 વર્ષમાં કાંકરેજમાં ઉમરી નજીક બનાસ નદી પરના પુલના સળિયા દેખાવા લાગ્યા હતા. જેમાં થાંભલામાંથી કોંક્રિટ પણ નીકળવા લાગી હતી. જર્જરિત પુલ ગમે ત્યારે તૂટી પડવાની શક્યતા છે. રેલવેએ વિજિલન્સ તપાસ બાદ આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં વર્ષ 2013 માં પુલનું નિર્માણ થયું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં પુલની હાલત ખરાબ થઈ ગઈ છે અને પુલની નબળી કામગીરીને કારણે મોટી દુર્ઘટનાનો ભય છે. આ તમામ કિસ્સાઓમાં, રેલવે વિજિલન્સ તપાસ બાદ રેલવે વિભાગે અજય ઇન્ફ્રા મહેસાણા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનામાં નદીમાં આવેલા પૂરથી ખબર પડી કે ત્યાં એક નબળો પુલ હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે નબળા પુલને કારણે ટ્રેનને 10 કિલોમીટરની ઝડપે દોડવી પડે છે. આ પુલની ઘટના અંગે અજય ઇન્ફ્રાનો ભ્રષ્ટાચાર ફરી એકવાર સામે આવ્યો છે. તે સમયે આ ઘટના અંગે લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: બાંગ્લાદેશ હિંસાની અસર સુરત ટેક્સટાઇલ માર્કેટ પર
આ પણ વાંચો: ટેક્સટાઇલ વેપારીઓ આવકવેરા કાયદાના નવા ચૂકવણીના ધોરણો અપનાવશે
આ પણ વાંચો: મંદીના માહોલમાંથી પસાર થતા ટેક્સટાઇલ ઉદ્યોગનો યુ-ટર્ન, માલ ડિસ્પેન્ડનો રેશિયો થયો બમણો
