Patan News/ ચાણસ્મા હારીજ હાઇવે CNG પંપ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના, મોટી દુર્ઘટના ટળી

ચાણસ્મા હારીજ હાઇવે પર CNG પમ્પ નજીક વહેલી સવારે મહેસાણા તરફથી હારીજ તરફ જઈ રહેલ ટ્રકના ડ્રાયવરે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા એલ.પી.જી. ગેસના ટ્રેલરના સાઈડના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

Gujarat Breaking News

Patan News: ચાણસ્મા હારીજ હાઇવે પર CNG પમ્પ નજીક વહેલી સવારે મહેસાણા તરફથી હારીજ તરફ જઈ રહેલ ટ્રકના ડ્રાયવરે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા એલ.પી.જી. ગેસના ટ્રેલરના સાઈડના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં  પાછળથી આવતી એસ ટી બસ ને પણ ટક્કર વાગતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા LPG ગેસના ટ્રેલર સાથે  અથડાતા ટ્રેલર હાઇવે પલ્ટી મારી ગયું હતું અને

ટ્રકે  ટ્રેલરને ટક્કર મારતા  અકસ્માતમાં પાછળથી આવતી વલસાડ તરફની ST બસને પણ ટક્કર વાગતા એસ.ટી.ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થવા પામી હતી  સદ્દનસીબે મોટી જાનહાની હાની ટળી હતી. ટ્રેલર અને ટ્રક નો ડ્રાઇવર અકસ્માત સર્જી ફરાર થયો હતો. એસ ટી ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતા ચાણસ્મા સિવિલ ખસેડાયો. ચાણસ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

-રવિ દરજી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર લોકોના મોત, દિવાળી પરિવાર માટે લાવી શોક

આ પણ વાંચો: પાટણ-સિદ્ધપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત, બે ગંભીર

આ પણ વાંચો: પાટણમાં સમી ઝીલવાણા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં દંપતીનુ મોત