Surat News: સુરત(Surat)માં ગોડાદરા વિસ્તારમાં તબીબ પર જીવલેણ હુમલો (Attack) કરાતા તબીબને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અજાણ્યા યુવકે જ્વલનશીલ કેમિકલ નાખી તબીબ પર હુમલો કર્યો હતો. ગોડાદરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચકચાર મચાવતી ઘટના બની છે. ગોડાદરા વિસ્તારમાં આવેલ ક્લિનિક પર અજાણ્યા યુવકે જ્વલનશીલ કેમિકલ લઈને ક્લિનિકમાં ઘૂસી આવ્યો હતો અને તબીબ પર કેમિકલ નાખ્યું હતું. યુવકે કેમિકલયુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર હુમલો કર્યો હતો. તબીબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ શ્રીસાંઈ ક્લિનિક ચલાવતા ડૉ. શામજી બલદાણિયા પર એક વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો. રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ તબીબની ક્લિનિકમાં ઘૂસ્યો હતો અને સલ્ફ્યુરિક એસિડ વડે હુમલો કર્યો હતો. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
પીળા રંગની શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડનો કેરબો લઈને દોડતો આવી ક્લિનિકમાં ઘૂસે છે. ડૉક્ટર પર એસિડ ફેંકી ડૉ. બલદાણિયા આ શખ્સ સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે અને તે શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે. ત્યારબાદ ડૉક્ટર ગંભીર રીતે દાઝી ગયા છતાં મદદ માટે નજીકના મેડિકલ સ્ટોર સુધી દોડી જાય છે.
ગોડાદરા પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ સ્થળ પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. તબીબ પર કેમિકલ હુમલાના CCTV સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જ્વલનશીલ કેમિકલ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ ડોક્ટરની હાલત નાજુક છે.
આ પણ વાંચો:સુરતમાં BJP યુવા મોરચા નેતા પર જીવલેણ હુમલો, CCTV વાયરલ
આ પણ વાંચો:વડોદરામાં અરેરાટી સર્જાતી બની ઘટના, 100 રૂપિયા માટે મિત્રએ જ મિત્ર પર કર્યો જીવલેણ હુમલો !
આ પણ વાંચો:શાહપુર વિસ્તારમાં અસમાજિક તત્ત્વોએ યુવાન પર કર્યો જીવલેણ હુમલો
