Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)ના શાહપુર વિસ્તારમાં અસમાજિક તત્વોનો આતંક વધ્યો. અસમાજિક તત્વોએ લંડનથી વતન પરત ફરેલ યુવાન પર છરીથી જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં યુવાન નિહાર પટેલ ગંભીર રીતે ઇજા પામતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજયું. અસમાજિક તત્વો યુવાન પર હુમલો કરી ફરાર થઈ ગયા.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ શહેરમાં ગેરકાનૂની પ્રવૃતિઓ વધી રહી છે. શહેરમાં સરેઆમ યુવાનની હત્યા થતાં સલામતીને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શહેરમાં પૂર્વમાં આવેલ શાહપુર વિસ્તારમાં હત્યાનો ખૂની ખેલ ખેલાયો. શાહપુરમાં લંડનથી અમદાવાદ આવેલા નિહાર પટેલની હત્યા થઈ. નિહાર લંડનથી પોતાના પરિવારને મળવા વતન પરત આવ્યો હતો. પરંતુ પરિવાર સાથે ખુશીની પળો મનાવવા આવેલ યુવાન અસમાજિક તત્ત્વોના આતંકના શિકાર થયો.
અસામાજિક તત્વો દ્વારા યુવાન નિહાર પટેલ પર છરીથી હુમલો કર્યો. ગંભીર હુમલો થતા યુવાનને પરિવારજનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ આ હુમલો નિહાર માટે જીવલેણ સાબિત થયો. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન જ લંડનથી વતન પરત ફરેલ યુવાન નિહારનું મોત નિપજયું. શહેરમાં હત્યાની માહિતી મળતા પોલીસે તપાસની કાર્યવાહી હાથધરી છે. આરોપીઓની શોધ કરી તેમની સામે મોતની કલમ લાગુ પાડવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં IPS બદલી – બઢતીનો દોર, 35 અધિકારીઓને અપાયા ટ્રાન્સફર ઓર્ડર
આ પણ વાંચો: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓના બદલીના આદેશ, ઉષા રાડા સહિત 12 પોલીસ અધિકારીઓનું ટ્રાન્સફર
આ પણ વાંચો: ગુજરાતમાં 6 IPS અને 2 dyspની બદલી કરવામાં આવી,જુઓ યાદી