Surat News : સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં મોટી સફળતા મેળવી છે. સુરત અને અન્ય જિલ્લામાં 50થી વધુ ચોરી કરનારની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડથી ઘણી ચોરીઓના ખુલાસાઓ થયા છે.
મળતી માહિતી મુજબ સુરત પોલીસે 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓના માસ્ટરમાઇન્ડ વિજય હિંમત મકવાણાની અઠવાલાઈન્સની ન્યુ કોર્ટ બિલ્ડીંગ પાસેથી ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા અને સોનાનું બ્રેસલેટ સહિત કુલ રૂપિયા 2,39,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પૂછપરછમાં આરોપીએ રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ આચરવાની કબૂલાત કરી છે. આ ઉપરાંત, છેલ્લા ત્રણ માસમાં સુરત શહેરની 18થી વધુ દુકાનોને પણ નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
@ RABIYA SALEH, Surat
આ પણ વાંચો: ઝારખંડમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ બાદ કરી હત્યા, આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
