Bhuj News : ભુજમાં જુગાર રમતા 12 શખ્સોની SMCની ટીમે ધરપકડ કરીને તેમની પાસેથી 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે 18 આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ SMCની ટીમને માહિતી મળી હતી કે ભુજના ચાકર ગામમાં ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આ માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કરી હતી.
તેમની પાસેથી પોલીસે રૂ.4,63,740 રોકડા, 15 મોબાઈલ, 14 વાહનો અને અન્ય ચીજો મળીને કુલ રૂ.53,31,140નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસની વધુ તપાસ પધ્ધર પોલીસ સ્ટેશન ચલાવે છે.
આ પણ વાંચો:નોઈડાથી કુરિયરમાં અમદાવાદ નકલી નોટો મંગાવનારો શખ્સ ઝડપાયો, રૂ.100ની 373 નકલી નોટ પકડાઈ
આ પણ વાંચો:કચ્છના ગાંધીધામ ખાતે કંપનીમાં બોઇલર ફાટતા બે કામદારોના મોત
