Ahmedabad News/ કોલ્ડ પ્લે કોન્સર્ટ આવનારા લોકો માટે લીકર પોલીસી કેવી રહેશે ?

અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે. ત્યારે આ કોન્સર્ટમાં શું લીકર પરમિટ હશે ?

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદમાં યોજાવા જઈ રહેલા કોલ્ડ પ્લે કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો આવવાના છે ત્યારે તે આવતાં લોકો માટે લીકર પોલીસી કેવી રહેશે તે જાણો. ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અહીં દારૂબંધી છે. આથી કોન્સર્ટમાં ક્યાંય દારૂનું વેચાણ ઉપલબ્ધ નહી હોય. સ્થળની અંદર અથવા નજીક ક્યાંય પણ દારૂ ઉપલબ્ધ નહી રહે. પરંતુ હા જો તમારી પાસે માન્ય લીકર પરમિટ હોય તો તમે અમદાવાદના અધિકૃત સ્ટોર્સ અથવા હોટલમાંથી દારૂ ખરીદી શકો છો. આ કોન્સર્ટ હાઇલી એનર્જિટીક રહેવાની છે. કોલ્ડ પ્લેના દરેક પર્ફોમન્સ મંત્રમુગ્ધ કરી દેનારા હશે. આથી કોલ્ડ પ્લે કોન્સર્ટ  દરમિયાન તમારે સંપૂર્ણ હાઇડ્રેટ રહેવુ જોઈએ.

મળતી માહિતી મુજબ, અમદાવાદ પોલીસે જાહેરનામુ બહાર પાડીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ’ મોટેરા, સાબરમતી ખાતે કોલ્ડ પ્લે કોન્સર્ટના કાર્યક્રમ દરમિયાન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મોટેરા, સાબરમતી ખાતે કોલ્ડ પ્લે કોન્સર્ટ તા. 25-01-2025 તથા તા.26-01-2025ના રોજ થનાર છે. આ મ્યુઝિક શો જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો અને સેલિબ્રિટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફિક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની પેટા કલમ 33(૧) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તાની રુએ પ્રતિબંધ ફરમાવું છું.

કોલ્ડ પ્લે કોન્સર્ટ આવનારા લોકોએ ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પર પાર્કિંગની જગ્યા મેળવવી પડશે. આ બધા પાર્કિંગ પ્લોટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 300 મીટરથી 2.5 કિમીના અંતરે છે. આ પાર્કિંગ પ્લોટની ક્ષમતા 16,300 વાહનોની છે. કેટલાક પાર્કિંગ પ્લોટમાંથી ફેરી સર્વિસ પણ ચલાવવામાં આવે છે જ્યાં દર્શકોને મફતમાં લઈ જવામાં આવશે. જો તમે ઉપરોક્ત કોઈપણ પાર્કિંગ પ્લોટમાં તમારું વાહન પાર્ક કરવા માંગતા હો, તો તમારે ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન દ્વારા બુક કરાવવું પડશે.  કોન્સર્ટમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, સ્ટેડિયમ તરફ જતા કેટલાક રસ્તાઓ પણ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન, લોકો મુસાફરી માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકશે. અમદાવાદ પોલીસે જણાવ્યું હતું કે જનપથ 4 રોડથી સ્ટેડિયમ તરફ જતો રસ્તો બંધ રહેશે. આ ઉપરાંત, તપોવન સર્કલથી ઓએનજીસી ફોર રોડ થઈને વિસત જનપથ થઈને પાવર હાઉસ ફોર રોડ થઈને પ્રબોધ રાવલ સર્કલ સુધીના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને ટ્રાફિક સંદર્ભે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

આ પણ વાંચો: મહિલા આયોગે કોલ્ડપ્લે કોન્સર્ટમાં ગર્ભવતી મહિલાઓને પ્રવેશ ન આપવા કમિશનરને લખ્યો પત્ર

આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ ચુસ્ત બંદોબસ્ત; AMC, પોલીસ ખડે પગે