Ahmedabad News: અમદાવાદમાં આયોજીત કોલ્ડ પ્લેના લાઈવ કોન્સર્ટમાં ગર્ભવતી મહિલાઓને ધ્યાનમાં લઈને એક અરજદાર દ્વારા મહિલા આયોગને અરજી કરવામા આવી હતી. જે અરજીને રાજ્ય મહિલા આયોગે ધ્યાનમાં લઈને અમદાવાદ કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે, કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવતી ગર્ભવતી મહિલાઓને પ્રવેશ ન આપવામાં આવે તેવી દરખાસ્ત કરી છે.
મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય મહિલા આયોગને અરજદાર Punditrao Dharenavar Chandrashekar R/o 1006B, sector 41B Chandigath ની તા. 03/01/2025 ની અરજીની નકલ મળેલ છે. જેને ધ્યાનમાં લઈને આ બાબતે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને કોલ્ડ પ્લે લાઈવ કોન્સર્ટમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને પરવાનગી ન આપવા બાબતે વિનંતી કરેલ છે. અરજદારની અરજીમાં અરજદાર દ્વારા તા-૨૫ ૨૬ જાન્યુઆરી,૨૦૨૫એ યોજાનાર કોલ્ડ પ્લે લાઈવ કોન્સર્ટમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને પરવાનગી ન આપવા બાબતે વિનંતી કરેલ છે.
કોલ્ડ પ્લે લાઈવ કોન્સર્ટમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન અવાજના સંપર્કમાં આવવાથી બાળકની શ્રવણશક્તિને નુકસાન થઈ શકે તેમ હોય સગર્ભા સ્ત્રીઓ અને અજન્મ્યા બાળક પર ઉચ્ચ સ્તરના અવાજની ખરાબ અસર વિશે લોકોમાં મોટા પ્રમાણમાં જાગૃતિ આવે એ માટે આપની કક્ષાએથી અહેવાલ મુજબ કાર્યવાહી લઈ નિયમોનુસર તપાસ કરી યોગ્ય નિવારાત્મક પગલાં લેવા વિનંતી કરેલ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ ચુસ્ત બંદોબસ્ત; AMC, પોલીસ ખડે પગે
આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટોના કાળાબજાર કરતો શખ્સ ઝડપાયો : છ ટિકીટ કબજે