National News : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM કિસાન) યોજનાના લાભાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. આવતા મહિને 19મા હપ્તાની રાહ જોઈ રહેલા લાભાર્થીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. હા…પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની તારીખ નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને 24મી ફેબ્રુઆરીએ બિહારમાંથી 19મો હપ્તો બહાર પાડશે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારે 5 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાંથી 18મો હપ્તો જાહેર કર્યો હતો.
#WATCH पटना: केन्द्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा, "मैं बिहार के कृषि मंत्री और मुख्यमंत्री को बहुत बधाई देता हूं। यहां कृषि और किसानों के लिए बहुत अच्छा काम हो रहा है। प्रधानमंत्री 24 फरवरी को प्रधानमंत्री किसान सम्मान निधि के वितरण के लिए बिहार पधारेंगे…"
दिल्ली… pic.twitter.com/i3tzvvjzrZ
— ANI_HindiNews (@AHindinews) January 24, 2025
યોજના શું છે ?
PM કિસાન યોજનાનો ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોમાં નાણાકીય સ્થિરતા પ્રદાન કરવાનો છે, જેનાથી તેઓ દેશની ઉત્પાદકતામાં વધારો કરી શકે છે અને તેમની આજીવિકા સુરક્ષિત કરી શકે છે. ફેબ્રુઆરી 2019 માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી, તે સમગ્ર દેશમાં કૃષિ વિકાસને ટેકો આપી રહી છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર ત્રણ હપ્તાઓ દ્વારા 6,000 રૂપિયાની વાર્ષિક સહાય પૂરી પાડે છે. દરેક હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે.
આ પણ વાંચો: જેતપુરમાં ભાદર નદી કાંઠાના 4 ગામોના ખેડૂતોએ પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે નોંધાવ્યો વિરોધ
આ પણ વાંચો: ગોકળગાય ગતિએ મગફળીની ખરીદી: ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
આ પણ વાંચો: ખેડૂતો આનંદો! ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત પ્રથમ
