Jamnagar News: જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં ત્રણ સપ્તાહ ના વિરામ બાદ ગઈકાલે વહેલી સવારથી જ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને 42 વીજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઇ હતી, જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો હતો.ગઈકાલે કુલ રૂ. 44.60 લાખ ની વીજ ચોરી પકડવામાં આવી હતી.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સોમવારે સવારે જામનગર શહેરના રામેશ્વર નગર, ક્રિષ્ના પાર્ક, માટેલ ચોક, નીલકમલ સોસાયટી, ધરાર નગર વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું.
ઉપરાંત જામનગર તાલુકાના મોટા થાવરીયા, નાના થાવરીયા વગેરે વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધતુરીયા કલ્યાણપુર સહિતના ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 42 જેટલી વીજચેકિંગ ટુકડી ને મેદાનમાં ઉતારવામાં આવી હતી, અને મોટાપાયે વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
વીજ ચેકિંગ ટુકડીની મદદમાં એસઆરપીના 11 જવાનો, 34 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડીયોગ્રાફર ને જોડવામાં આવ્યા હતા. ગઈકાલે કુલ 506 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 92 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રૂ. 44.60 લાખ નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.
-સાગર સંઘાણી
આ પણ વાંચો: જામનગરમાં વીજ ચેકિંગ દરમિયાન ૪૮ વીજ જોડાણમાંથી રૂ.25.65 લાખની વીજ ચોરી ઝડપાઈ
આ પણ વાંચો: જામનગર ગ્રામ્ય પંથકમાં વીજ ચેકિંગ યથાવત્, રૂપિયા 50 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ
આ પણ વાંચો: Update/ જામનગરમાં PGVCLનો સપાટો, 23.10 લાખની વીજ ચોરી ઝડપાઈ
