Banaskantha News/ મહાકુંભમાં મૌની અમાસ પર શાહી સ્નાન દરમિયાન પરિવારથી વિખુટા પડેલા બાળકાભાઈ મળી ગયા

કુંભના મેળામાં સાહી સ્નાન કરવા ગયેલા 50 વર્ષીય બાલકાભાઇ રબારી ગુમ થઈ ગયા હતા

Top Stories Gujarat Breaking News

Banaskantha News : પ્રયાગરાજમાં હાલ મહાકુંભમેળો યોજાયેલો છે જેમાં દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતથી પણ અનેક શ્રદ્ધાળુઓ કુંભમેળામાં ગયા છે. મૌની અમાસના દિવસે પ્રયાગરાજમાં અમૃત સ્નાન વખતે એક દુ:ખદ ઘટના ઘટી અને મધરાતે મચેલી ભાગદોડમાં 30 જેટલા શ્રદ્ધાળુઓના જીવ ગયા જેમાં ગુજરાતના પણ એક વ્યક્તિ સામેલ છે.

આ બધા વચ્ચે ગુજરાતના એક વ્યક્તિ ગુમ થયા હોવાની પણ ઘટના સામે આવી હતી. જો કે રાહતના સમાચાર એ છે કે હવે તેઓ મળી ગયા છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ કુંભના મેળામાં વિખુટા પડેલા ધાનેરાના બાળકાભાઈ આખરે મળી આવ્યા છે. આજે સવારે બાલકાભાઈનું પરિવાર સાથે મિલન થયું. કુંભના મેળામાં સાહી સ્નાન કરવા ગયેલા 50 વર્ષીય બાલકાભાઇ રબારી ગુમ થઈ ગયા હતા. વિખુટા પડેલા બાલકાભાઇનું પરિવાર સાથે મિલન થતા પરિવારના લોકોએ હાશકારો અનુભવ્યો. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો.

કુંભમેળામાં શાહી સ્નાન દરમિયાન પરિવારથી વિખુટા પડેલા એક સભ્ય માટે આ પત્ર લખવામાં આવ્યો હતો.. ધાનેરાના 50 વર્ષના બાળકાભાઈ રબારી કુંભમેળામાં 29 તારીખે પરિવારથી વિખુટા પડી ગયા હતા. યુપી વહીવટી તંત્રને જાણ કરવા છતાં કોઈ ભાળ ન મળતા પરિવાર ચિંતિત થઈ ગયો હતો. ધારાસભ્યે ગુજરાત સરકારને આ મામલે જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરતો પત્ર લખીને જાણ કરી હતી.નોંધનીય છે કે મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલ નાસભાગમાં 90 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 30 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગમાં જે 30ના મોત તેમાંથી 25 લોકોની ઓળખ થઈ ચુકી છે. ગુજરાતના એક શ્રદ્ધાળુનું મહાકુંભમાં મોત થયું છે, તેની હાલ વિગત જાણવા મળી રહી છે. મહાકુંભમાં વિસનગરના કડાના પટેલ મહેશભાઈ નામના શ્રધ્ધાળુનું મોત થયું છે. મહેશ પટેલ સુરતથી તેમના સાળા સાથે મહાકુંભમાં ગયા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મહેશ પટેલને એટેક આવ્યો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. મહેશ સોમાભાઈ પટેલ નામના શ્રધ્ધાળુનું કયા કારણોસર મોત થયું તે હજું સુધી સ્પષ્ટ થઈ ચૂક્યું નથી. મૃતક મહેશ પટેલનો પરિવાર વર્ષોથી સુરત સ્થાયી થયેલો છે. મહેશ પટેલના અવસાનના સમાચારથી પરિવાર શોક મગ્ન બન્યો છે. તંત્ર હજુ મહેશ પટેલના મોતનું કારણ શું છે એ પુષ્ટિ કરી રહ્યું છે. પ્રયાગરાજથી મહેશ પટેલના મૃતદેહને તેમના વતન કડા ગામ લવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં સર્જાય

આ પણ વાંચો:હવે આ લોકો પણ ગુજરાતમાં ખેતી માટે જમીન લઈ શકશે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે

આ પણ વાંચો:જસદણમાં કપાસની આડમાં ગાંજાની ખેતીનું વાવેતર કરાતા ખેડૂતની ધરપકડ