Gandhinagar News/ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવતીકાલે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદ – ૨૦૨૫નો કરાવશે શુભારંભ

સ્વાસ્થ્ય પરિષદમાં માતા-આરોગ્ય, પોષણ, એનિમિયા તેમજ બિનસંચારી રોગો સંદર્ભે વિવિધ હોદ્દેદારો અને વિષય નિષ્ણાંતો વચ્ચે યોજાશે પરિસંવાદ

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવતીકાલે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદ – ૨૦૨૫ નો શુભારંભ કરાવશે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર દ્વારા રાજ્ય માટે અગ્રતા ધરાવતા આરોગ્ય સંબંધિત વિષયો ઉપર વિવિધ હિતધારકો વચ્ચે પરિસંવાદ યોજી આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટેની ભલામણો મેળવવા રાજય કક્ષાના સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવા આવેલ છે.

તા.૩૧.૧.૨૦૨૫ ના રોજ સવારે ૯:૩૦ થી સાંજે ૫ વાગ્યા સુધી ઑડિટોરિયમ, ઇંટરનેશનલ ઑટોમોબાઇલ સેન્ટર ઑફ એક્સેલન્સ (iACE), રાયસણ, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ સ્વાસ્થ્ય પરિષદમાં માતા-આરોગ્ય, પોષણ, એનિમિયા તેમજ બિનસંચારી રોગો જેવા વિષયો પર પદાધિકારીઓ, પંચાયતી રાજના આગેવાનો, રાજયના ઉચ્ચ અધિકારીઓ, સરકારી અને ખાનગી ક્ષેત્રના સેવા-પ્રદાતાઓ, જાહેર આરોગ્યના વિષય તજજ્ઞ, બિન-સરકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાંતો વચ્ચે પરિસંવાદ યોજવામાં આવશે.

આ સ્વાસ્થ્ય પરિષદમાં આરોગ્ય ક્ષેત્રને અસર કરતા સામાજિક પરિબળો અને સમસ્યાઓના નિરાકરણ માટે તથા લોકોને આરોગ્ય સાથે જોડવા અંગે મૂલ્યવાન સુચનો મેળવવામાં આવશે, જે રાજ્યની આરોગ્ય વિષયક નીતિઓ અને વ્યૂહરચનાને આકાર આપવામાં અગત્યનો ફાળો આપશે.

ઉલ્લેખનીય છે કે કોઈપણ દેશની પ્રગતિ અને વિકાસમાં સ્વસ્થ નાગરિકો એ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સ્વાસ્થ્ય એક બહુઆયામી વિષય છે, જેના પર સામાજિક, આર્થિક, પર્યાવરણીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ભૌગોલિક તેમજ પોષણ અને વર્તણુક- સંબંધિત અનેક પરિબળોનો પ્રભાવ પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુડિયા હત્યા કેસ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેસમાં IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ

આ પણ વાંચો: ગુડિયા હત્યા કેસ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેસમાં IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ

આ પણ વાંચો: બનાસકાંઠાના અમીરગઢમાં 3 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા