Vadodara News: વડોદરા(Vadodara)માં કન્ટેનર ભરેલો રૂપિયા 1.78 કરોડનો દારૂ(Liquor)નો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે કરજણ, વરણામા અને મંજુસર પોલીસની હદમાં રેડ કરીને આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 5ની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) બૂટલેગરોનો સપાટો બોલાવ્યો છે. નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાત્રે પેટ્રોલિંગ દરમિયાન કરજણ પોલીસ મથકની હદમાંથી દારૂનું એક કન્ટેનર અને વરણામાં પોલીસ મથકની હદમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે શંકાના આધારે ઝડપી પાડવામાં આવ્યું છે. વાહન ચેકિંગ દરમિયાન દારૂનો જથ્થો ભરી આપનાર આરોપી અનિલ અને દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે તેમજ તેઓની શોધખોળ હાથ ધરી છે.
આ ઘટના અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 4 કન્ટેનરમાંથી 2123 દારૂની બોટલો અને બિયરની પેટીઓ સાથે 4 કન્ટેનરના ચાલક અને એકની ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો:વલસા઼ડમાં દારૂના જથ્થા સાથે 10 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:ઘાસની આડમાં વિદેશી દારૂનો 7 લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચો:રાજકોટમાં ટ્રકમાંથી 47 લાખના દારૂ સાથે 72.91 લાખનો મુદ્દામાલ કબજે
