Kutch News/ કચ્છમાં સાઇબર ક્રાઇમઃ 17 બેન્કોમાં 55 ખોટાં ખાતા ખોલાવી ઠગાઈ આચરતા બે શખ્સો ઝડપાયા

સાયબર ક્રાઇમના ગુન્હામાં પશ્ચિમ કચ્છ એલસીબી (Kutch LCB) પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 10 રાજ્યોમાં ઓન લાઈન સાઇબર ક્રાઇમ ગુન્હાના કેસમાં બે આરોપીની ધરપકડ પોલીસે ધરપકડ કરી છે.

Gujarat Top Stories Others Breaking News

Kutch News: સાયબર ક્રાઇમના ગુન્હામાં પશ્ચિમ કચ્છ એલસીબી (Kutch LCB) પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 10 રાજ્યોમાં ઓન લાઈન સાઇબર ક્રાઇમ ગુન્હાના કેસમાં બે આરોપીની ધરપકડ પોલીસે ધરપકડ કરી છે. પશ્ચિમ કચ્છ એલસીબીને બાતમી મળી હતી કે ભુજના મુન્દ્રા રોડ પર આવેલ ભાનુશાલી નગરના એક  ફલેટમાં ખોટા આધારો સાથે શખ્સો ઓનલાઇન ઠગાઈનું કૌભાંડ ચલાવે છે.

આ બાતમીના પગલે પોલીસે સ્થળ પર દરોડા પાડતા અલગ બેંકની ચેકબુક , પાસબુક, અલગ અલગ બેન્કના એટીએમ કાર્ડ સહિત 15 બેન્કના 55 ખાતાના દસ્તાવેજો સાથે મુદામાલ જપ્ત કર્યો હતો. જેમાં 4 બેન્ક એકાઉન્ટમાંથી 21 લાખ મળી આવ્યા હતા.

મૂળ રાજસ્થાનના શિશપાલ બિશ્નોઇ અને ગોવિંદરામ બિશ્નોઇ અલગ અલગ રાજ્યમાં છેતરપીંડી આચરી હતી. આરોપી ખોટા અડ્રેસના નામે આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવી  બેંકમાં કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ ખોલ્યા હતા. ઉપરાંત અલગ અલગ રાજ્યના લોકો પાસેથી નાણાં મેળવી ચેકથી ઉપાડી છેતરપિંડી આચરી હતી. હાલ બંને આરોપી રાજસ્થાના રહેવાસી હોવાનો સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પશ્ચિમ કચ્છ પોલીસે ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

-મહેન્દ્ર મારું


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો, 2001ની દુઃખદ ઘટના યાદ આવી

આ પણ વાંચો: Kutchમાં હવામાનની આગાહી કરતી કચેરીમાંથી નિકળ્યો અંગ્રેજી દારૂ, પટ્ટાવાળો વેચી રહ્યો હતો દારૂ..!

આ પણ વાંચો: ખાવડા નેશનલ હાઇવે પર બેફામ ચાલતા ઓવરલોડ વાહનો સર્જી રહ્યા છે જાનહાનિ