કચ્છ/ Brakeing News : કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો, 2001ની દુઃખદ ઘટના યાદ આવી

કચ્છની ધરતી પર 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. સૌથી વધુ વિનાશકારી ભૂકંપ 2001માં આવ્યો. 2001માં 26 જાન્યુઆરીના રોજ કચ્છની ધરા ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી.

Top Stories Gujarat Others
Mantay 84 Brakeing News : કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો, 2001ની દુઃખદ ઘટના યાદ આવી

કચ્છની ધરતી પર 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 24 કિલોમીટર દૂર નોંધાયું છે. કચ્છમાં આવેલ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા આવ્યા છે. 16મી જૂન 1819, 1844-45, 1875, 1907માં બે વખત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જો કે કચ્છમાં સૌથી વધુ વિનાશકારી ભૂકંપ 2001માં આવ્યો હતો. 2001ના ભૂકંપમાં કચ્છમાં મોટાપાયે તબાહી થઈ હતી.

કચ્છમાં વખતોવખત અનેક ભૂકંપ આવ્યા

2001માં ભયાનક ભૂકંપ

2001માં 26 જાન્યુઆરીના રોજ કચ્છની ધરા ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. ત્યારબાદ આફ્ટર શોક પણ આવતા રહ્યા. દેશભરમાં જ્યારે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે ગુજરાત પર મોટી આફત આવી હતી. આ દિવસે 6.9 રીક્ટર સ્કેલના ભૂકંપે કચ્છને હચમચાવી નાખ્યું હતું. ભચાઉ અને ભૂજમાં મોટી તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. અનેક લોકો બેઘર થયા તો આખેઆખો પરિવાર આ ભૂકંપમાં વિનાશ પામ્યો હતો. ગુજરાતના લોકોને આજે પણ 26 જાન્યુઆરી દિવસે કચ્છમાં આવેલ ભૂકંપની યાદો તાજી થાય છે. આ દિવસે સવારે 8 વાગ્યાની આસપાસ ભચાઉથી 9 કિ.મી અને ભૂજથી 20 કિ.મી દૂર 6.9 તીવ્રતાના ભૂકંપથી કચ્છમાં મોટાપાયે નુકસાન થયું હતું. આ ભૂકંપમાં 4 લાખ ઘરોને નુકસાન થયું હતું તેમજ 6 લાખથી વધુ લોકો બેઘર થયા હતા. લગભગ 12,290 હજાર લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 1,67,000થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ

આજે 20 વર્ષ બાદ પણ કચ્છમાં ભકૂંપનો સિલસિલો ચાલુ છે. જો કે આ વખતે આવેલ ભકૂંપમાં કોઈ નુકસાન થયાનું સામે આવ્યું નથી. કચ્છમાં અત્યાર સુધીમાં 73 જેટલા ધરતીકંપ આવ્યા છે. કચ્છમાં અત્યાર સુધી ફુલા, ખાવડા, ભચાઉ, લખપત, રાપર, ખડીર, ભુજ, નખત્રાણા, માંડવી, અબડાસા, મુન્દ્રા અને અંજાર જેવા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ભકૂંપમાં સાવેચતી રાખવી

ભૂકંપ એ એક કુદરતી આફત છે. કુદરતી આફત સામે આપણે કઈ રીતે રક્ષણ મેળવવું અને આ સ્થિતિ દરમ્યાન શું પગલા લેવા જેવી આ બાબતો અવશ્ય ધ્યાનમાં રાખવી. ભૂકંપના ઝટકા જેવા આવે કે તુરંત ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું. આંચકા દરમ્યાન કોઈપણ દિવાલ કે વીજળીના થાંભલા અને ઝાડથી દૂર ઉભા રહેવુ. ઘર કે ઓફિસની બહાર જતા લીફ્ટનો ઉપયોગ કરવાના બદલે સીડીમાંથી ઉતરવું. આસપાસ ખુલ્લી જગ્યા હોય ત્યાં ઉભા રહેવું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શન