Ambaji News/ અંબાજીમાં 89 મકાન તોડાયા, પિતાનું દુઃખ છલકાયુઃ “બાળકો પૂછે છે, પપ્પા, હવે ઘરે ક્યારે જઈશું ?’

અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટમાં 89 મકાન તોડાતા, 89 પરિવારો ધર વિહોણા થયા, તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. લોકો ખુલ્લામાં રહેવા મજબૂર થયા.

Top Stories Gujarat Others Breaking News

Ambaji : અંબાજી શક્તિપીઠમાં 1200 કરોડના શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે ગબ્બર માર્ગ પર આવેલી રબારીવાસની 89 મકાનો 29 જાન્યુઆરીના વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સાથે ઘણા પરિવારો માટે જીવન એક ભયંકર જીવન સમાન બની ગયું છે, અને હવે તેઓ ખુલ્લા ટેન્ટોમાં રહેવા મજબૂર બન્યા છે.

“ઘરે જવા માટે મન કર્યું, પરંતુ ઘરની હાજરી ક્યાં ?”

એક પિતાએ તેમનો દુઃખદ અનુભવ શેર કર્યો, “બાળકો પૂછે છે, પપ્પા, હવે ક્યાં જઈએ ?” તેઓએ જણાવ્યું કે, “જે ઘરના માટે લોન લીધી હતી, હવે તે ઘર જ નથી. હવે માત્ર આખી જીંદગી હપ્તા ભરીશું.” આ પરિવારોએ આપવીતી જણાવી હતી કે તેઓ 50 વર્ષથી પણ વધુ સમયથી ત્યાં રહેતા હતા અને તંત્રના જણાવ્યા પ્રમાણે, તેઓને વૈકલ્પિક વ્યવસ્થાઓ આપવામાં આવી હતી. પરંતુ 89 પરિવારો માટે માત્ર 10 રૂમની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે, જે અસ્પષ્ટ અને અસંતોષજનક છે. આ તંત્રએ સમજ્વુ જોઈએ કે એક જ રૂમમાં બધા અધિકરીઓ ના આવી શકે તેમ લોકો પણ માત્ર 10 રૂમમાં કેવી રીતે સમાઈ શકે, આ તંત્ર લોકોને પરેશાન માટે જ છે કે શું ?

89 પરિવારે જણાવ્યું કે, અમારા માટે તંત્ર દ્વારા પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જે ધર્મશાળામાં અમારા માટે રાખવામાં આવી હતી. જેમાં માત્ર 13 રૂમ હતા, જેમાંથી 10 રૂમ અન્ય લોકોને આપી દેવામાં આવ્યા અને બાકીના 3 રૂમ જર્જરિત હાલતમાં છે. હાલમાં અમે છેલ્લા 5 દિવસથી ખુલ્લા ટેન્ટ નીચે રહેવા મજબૂર બન્યા છીએ. ચા બનાવવાથી લઈને જમવાનું પણ ખુલ્લા મંડપ નીચે બનાવી જેમતેમ કરીને જિંદગી જીવી રહ્યા છે. આ પરિવારોને ખુલ્લામાં રસોઈ બનાવવી પડે છે. તેમ કહી અસરગ્રસ્તોએ પોતાની આપવીતી જણાવી હતી.

89 પરિવારોના લોકો હવે ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. એક દિકરીએ આકાશ હેઠળ ગુઝારતા આ જીવન પર છેતાવટ વ્યક્ત કર્યો, મોદી સાહેબ મોટી મોટી વાતો કરે છે કે, દરેક વ્યક્તિને ઘરનું ઘર મળશે પણ અમારા તો હતા એ પણ લઈ લીધા. બહેનો માટે વિવિધ યોજનાઓની વાતો કરે છે કે, બહેનો માટે આમ ને બહેનો માટે તેમ ને. આજે એ બહેનોને રસ્તે રઝળવાનો વારો આવ્યો છે. સોશયલ મીડિયા પર વાતો થઈ રહી છે કે, વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અત્યાર સુધી તંત્ર અને નેતાઓએ આ પરિવારોના દુઃખની અવગણના કરી છે. છેલ્લા 5 દિવસથી તેઓ ખુલ્લા મંડપો અને ટેન્ટમાં જીવન પસાર કરી રહ્યા છે. જોવાનું એ રહ્યું કે આ લોકો માટે તંત્ર કોઈ વ્યવસ્થા કરશે કે નહીં. આ પરિસ્થિતિમાં 89 પરિવારોના લોકોને મક્કમ રીતે ન્યાય અને યોગ્ય નિવાસની જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજી કોરિડોર: દબાણો દૂર કરવા 16 થી વધુ ટીમો દ્વારા ડિમોલેશન હાથ ધરાયું

આ પણ વાંચો: અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો થશે ભવ્ય પ્રારંભ

આ પણ વાંચો: શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી