Ahmedabad News/ અમદાવાદ શહેરમાં પોલીસ પર પથ્થરમારો કરાયો, 6ની ધરપકડ

અમદાવાદ પોલીસે બંદોબસ્ત ગોઠવી ઘટનાને કાબૂમાં લીધી હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ શહેર(Ahmedabad City)માં રાત્રે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો (Stone Pelting) કરાયો હતો, ઘટનાને લઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે કાર્યવાહી કરતા 6 લોકોની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે શહેરમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં D.J. બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી હતી. તેમજ પોલીસના સમજાવ્યા બાદ પણ ઝઘડો કરી અમદાવાદ પોલીસ (Ahmedabad Police) પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાને લઈ પોલીસને કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અમદાવાદ પોલીસે બંદોબસ્ત ગોઠવી ઘટનાને કાબૂમાં લીધી હતી.

આ પહેલા ગયા વર્ષે અમદાવાદમાં મોડી રાત્રે ચાણક્યપુરીના (Chanakyapuri) શિવમ આર્કેડ (Shivam Arcade) એપાર્ટમેન્ટમાં બદમાશોએ હથિયારો સાથે ઘૂસી સોસાયટીના ચેરમેનને ધમકી આપીને આતંક મચાવ્યો હતો. તેમજ પથ્થરમારો કરીને લોકોને જોખમમાં મૂક્યા હતા. સમગ્ર ઘટનાનો સીસીટીવી અને વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલાઓની ધરપકડ કરી છે. પરંતુ આ ઘટના બનતા સોસાયટીના રહીશોમાં ખળભળાટ મચી ગયો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોલા નજીકના ચાણક્યપુરી સ્થિત શિવમ આર્કેડ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બી 205માં મોડી રાત્રે કેટલાક લોકો શંકાસ્પદ હાલતમાં બહાર આવી રહ્યા હતા. સોસાયટીના ચેરમેને તેને રોકીને પૂછપરછ કરતાં તે ગુસ્સે થઈને ચાલ્યો ગયો હતો. થોડીવાર પછી ગુસ્સે થયેલા લોકો તલવારો અને ભાલા જેવી વસ્તુઓ લઈને પાછા આવ્યા. તેઓએ આતંક મચાવ્યો અને પથ્થરમારો કર્યો. તેમજ તોડફોડ કરી હતી. આ તમામ આતંકમાં સોસાયટીનો એક રહેવાસી પણ ઘાયલ થયો હોવાનું સામે આવી રહ્યું છે.

ચાણક્યાપુરી અને જૂના વાડજ પછી હવે અમરાઈવાડીના લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. અમદાવાદમાં  ગાળાગાળી ન કરવાનું કહેવાની અદાવત રાખીને એક ટોળાએ અમરાઇવાડીમાં રહેલા વ્યક્તિના ઘર અને તેના વાહન પર તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના ઘટી હતી. જે ઘટનાના તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નડિયાદમાં મલારપુરા વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો

આ પણ વાંચો:ગાંધીનગરના દહેગામમાં પથ્થરમારો, 5 થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો:માં અંબાના દર્શન કરી મહેસાણા પરત ફરતી બસ પર પથ્થરમારો