Jamnanagar News: જામનગરના પોલીસ (Jamnagar Police) વિભાગ દ્વારા એચડીએફસી બેન્કના સહયોગથી ગો-ગ્રીન એક્ટિવિટી (Go-Green Activity) ફેબ્રુઆરી -૨૦૨૫ અંતર્ગત ઓક્સિજન પાર્ક(Oxygen Park)નું જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળના વિસ્તારમાં આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. અને તેના ભાગરૂપે 25000 જેટલા અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેનો આજથી પ્રારંભ કરાયો હતો, અને રાજકોટ રેંજના આઈજીપી અશોકકુમાર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો.

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા સૌ પ્રથમ રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવ ને ગાર્ડ ઓફ ઑનર અપાયા બાદ સ્વાગત કર્યું હતું. આ વેળાએ જામનગરના એસ.પી.ની સાથે પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ હેડ ક્વાર્ટર ના ડીવાયએસપી વિ.કે. પંડ્યા જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા આ ઉપરાંત જામનગર શહેર જિલ્લામાં ફરજ બજાવતા અન્ય તમામ પોલીસ અધિકારીઓ, એલસીબી, એસઓજી શાખાની ટુકડી વગેરે જોડાયા હતા.

એચડીએફસી બેન્કના સહયોગથી સમગ્ર ઓક્સિજન પાર્કનું નિર્માણ થઈ રહ્યું છેઝ અને આજે સૌ પ્રથમ રાજકોટ રેન્જ ના આઈજીપી અશોકકુમાર યાદવ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, આ વેળાએ એચડીએફસી બેન્કના અધિકારી નીરજ દત્તાણી તથા અન્ય બેંકના અધિકારીઓ અને સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા, અને વૃક્ષારોપણ કરાયું હતું.

આશરે 25000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ પ્રકારના ફૂલ ઝાડ ફળ ફ્રૂટના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, અને રાજકોટના સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેની ત્રણ વર્ષ સુધી માવજત કરવામાં આવશે. જામનગર શહેરમાં પર્યાવરણની જાળવણીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા એચડીએફસી બેન્કના સહયોગથી આ એક મોટું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
@સાગર સંઘાણી
આ પણ વાંચો:જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો પકડાયો
આ પણ વાંચો:વડોદરામાં વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં વિદેશી દારૂની બોટલ લઈને આવતા હોબાળો
આ પણ વાંચો:સુરતમાં દેશી વિદેશી દારૂના જથ્થા સાથે 10.47 લાખનો મુદ્દામાલ કબજે
