Surat News: સુરતમાં તપેલા ડાઇંગ બરોબરની ધમધમી રહી છે. અંબિકા સોસાયટીમાં જ 18થી વધુ ગેરકાયદેસર તપેલા ડાઇંગ ચાલે છે. મનપા તંત્રના નાક નીચે ગેરકાયદેસર તપેલા ડાઇંગ ચાલે છે. રહેણાક વિસ્તારોમાં ડાઇંગ મિલો ધમધમી રહી છે.
આમ સુરત મનપા રહેણાક વિસ્તારોમાં ધમધમતી ડાઇંગ મિલો સીલ કરવાની દાવા કરે છે તે ફક્ત વાતો જ છે, કોઈ નક્કર પગલાં નથી. રહેણાક વિસ્તારોમાં ધમધમતી ડાઇંગ મીલના લીધે પીવાના પાણીમાં કેમિકલયુક્ત પાણી ભળી જાય છે. સ્થાનિક લોકો કલર-કેમિકલયુક્ત પાણી પીવા મજબૂર છે. આમ જનઆરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી આવશ્યક છે.
સુરત:GPCBએ 5 મિલોને ક્લોઝર નોટિસ આપી ગંદાપાણી અને પ્રદૂષણની ફરિયાદને લઈને નોટિસ સાયણની 2 ,ઉંબેર ગામની 3 મિલોને કલોઝર નોટિસ ગંદા પાણીને ટ્રિટમેન્ટ કર્યા વગર જ છોડાતુ હતુ અનેક ફરિયાદ GPCBને મળી હતી.
સુરતમાં હવાનું સૌથી વધુ પ્રદૂષણનો આંકડો 215 સુધી પહોંચી ગયો છે. જ્યારે નવી દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 355ને પાર પહોંચી ગયો છે.સુરતમાં હવાની ગુણવત્તા બગડતાં અસ્થમા, ફેફસાથી પીડાતા દર્દીઓ માટે તો રોજ શ્વાસમાં ઝેર લેવા સમાન બની ગયું છે. હાલ સુરતમાં તો 3.3 સિગારેટ પીધાનો નશો થાય તેટલી હવા ખરાબ બની છે. એટલે કે મહિને 99 સિગારેટ (Cigarette) ફૂંક્યા બરાબર ગણી શકાય. આમ સુરતીઓ બધી રીતે પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. સિગારેટ પીને પણ જેટલા લોકો નથી મોતને ભેટતાં, તેટલા લોકો ઝેરી હવાને કારણે રોગોને આમંત્રણ આપતા જોવા મળ્યાં છે. માસ્ક વગર તો ઘરની બહાર નીકળવું હવે શક્ય જ નથી, તેમ લોકો માનતા થઈ ગયા છે. એર ક્લોલિટી ઈન્ડેક્સ 400ને પાર કરી ગયો છે.
આ પણ વાંચો:ગુજરાતની 13 નદીઓનું પાણી પીવાલાયક નહીં, પ્રદૂષણ ફેલાવતા 23 એકમો ધમધમતાં
આ પણ વાંચો:પ્રદૂષણના વધતા જતા સ્તરથી અસ્થમાના દર્દીઓ કેવી રીતે મેળવશો રાહત?
આ પણ વાંચો:પ્રદૂષણ મામલે ઓડ-ઇવન કારને લઈ શું કહ્યું પર્યાવરણ મંત્રીએ
