નવી દિલ્હીઃ પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી આવનાર બજેટમાં મોટી રાહત આપી શકે છે. જે મુજબ દેશના દરેક નાગરીકના ખાતામાં દર મહિને ફિક્સ રકમ જમા થશે. આ અગેની જાહેરાત આર્થિક સર્વેમાં જાહેરાત થઇ શકે છે. જો તે બધા માટે શક્ય નહિ હોય તો જરૂરિયાતમંદ લોકો કે જેમની પાસે કમાણીના કોઇ સાધન નથી તેમની માટે આ સ્કિમ લાગુ કરવામાં આવી શકે છે. આ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ લોકોના ખાતામાં 500 રૂપિયા જમા કરવામાં આવશે. જેનાથી 20 કરોડ લોકોને તેનો ફાયદો થશે.
આ પ્રસ્તાવ લંડન યુનિવર્સિટીના પ્રોફેસર ગાય સ્ટેન્ડિંગે તૈયાર કર્યો છે. જિનીવાથી વાતચીતમાં તેમણે દાવો કર્યો છે કે મોદી સરકાર સંલગ્ન એક જવાબદાર વ્યક્તિએ આ અંગે પુષ્ટિ કરી છે કે બજેટમાં આ પ્રકારની જાહેરાતની શક્યતા છે.
પ્રોફેસર ગાયે સંકેત આપ્યાં કે સરકાર તેને તબક્કાવાર લાગુ કરી શકે છે. તેમણે કહ્યું કે સરકારે મધ્યપ્રદેશની એક પંચાયતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજના પર કામ કર્યુ હતું જ્યાં ખુબ હકારાત્મક પરિણામો જોવા મળ્યાં હતાં. મેં મારા પ્રપોઝલમાં અમીર-ગરીબ સૌને એક ફિક્સ પગારની વાત કરી છે. પ્રોફેસર ગાય સમગ્ર દુનિયામાં યુનિવર્સિલ બેઝિક ઈન્કમની પૂરજોશમાં તરફેણ કરતા આવ્યા છે.
આ નિર્ણય નરેન્દ્ર મોદી માટે ખુબ બોલ્ડ ડિસીઝન રહેશે અને દેશના ઈતિહાસમાં ગેમચેન્જર બની રહેશે. યોજના વિશે તેમણે એમ પણ જણાવ્યું કે જો અમીર ગરીબમાં ભેદભાવ કર્યા વગર દરેક નાગરિકને દર મહિને ફિક્સ પગાર મળે તો જ યોજના સફળ થઈ શકશે, નહીં તો ભ્રષ્ટાચાર વધશે.
