Junagadh News/ જુનાગઢના તોરણીયા આશ્રમના શિષ્યાએ ગુરુ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

અંબાજી મંદિર, ભવનાથ, ભૂતનાથના મહંત પદ અને સતાધારનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કેશોદના તોરણીયા આશ્રમમાં ચાલતો વિવાદ સામે આવ્યો છે..આવો જોઈએ શું છે સમગ્ર વિવાદ..

Top Stories Gujarat Others Breaking News

Junagadh News: જુનાગઢ જિલ્લાના ધાર્મિક સ્થાનો એક પછી એક વિવાદમાં આવતા જાય છે પ્રથમ અંબાજી મંદિર ત્યારબાદ ભવનાથ, ભૂતનાથ અને સતાધાર ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કેશોદ નજીક ફાગડી ગામના સર્વે નંબર પર આવેલા તોરણીયા આશ્રમમાં બે સાધુઓ નો વિવાદ સામે આવ્યો છે. જેમાં તોરણીયા આશ્રમમાં રહેતા બે સાધુ અને એક સાધ્વી દ્વારા આશ્રમમાં દારૂ ચરસ ગાંજા જેવી વસ્તુઓ લાવી તેનું સેવન કરતા હોવાના આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.આશ્રમ ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અંગે પણ આક્ષેપ થતા લોકોની આસ્થાને ઠેસ પહોચી છે. તોરણીયા આશ્રમ નુ સંચાલન કરતાં મહાન શંકરદાસ ગુરુ નિર્ભયદાસ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા છે.

કેશોદ ફાગડી રોડ ઉપર આવેલા તોરણીયા આશ્રમમાં શંકરદાસ ગુરુ નિર્ભયદાસજી ઘણા વર્ષોથી સંચાલન કરી રહ્યા છે.છ મહિના પહેલા સિધ્ધરાજ મુનિ નામના એક સાધુ અહીં આવ્યા હતા અને શંકરદાસ બાપુ એ તેમને તોરણીયા આશ્રમમાં આશરો આપ્યો હતો.છ મહિના સુધી આ સાધુનું વર્તન ખૂબ જ સારું રહ્યું હતું પરંતુ ત્યારબાદ આ સાધુએ તેના અન્ય જાણીતા સાધુને તોરણીયા આશ્રમમાં બોલાવ્યા હતા અને આ બંને સાધુએ મળીને આશ્રમમાં જ દારૂ ચરસ ગાંજા જેવી ચીજ વસ્તુઓ લાવી મહેફિલો માણતા હતા અને ગેર પ્રવૃતિ શરૂ થઈ હતી. ત્યારે આશ્રમ ના મહંત શંકર દાસ બાપુએ ધાર્મિક જગ્યામાં આવી પ્રવૃત્તિ ન કરવાની મનાઈ કરી અને ઠપકો આપ્યો હતો.બે સાધુ અને એક સાધ્વી ને ઠપકો આપતા બંને સાધુએ મળીને મુખ્યમંત્રીને ગાળો આપી હતી મૂડ માર્યો હતો અને ગળા પર તલવાર મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહંત દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે.

આ ઘટના પછી, ગભરાયેલા શિષ્યએ શંકરદાસ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ સાધ્વીએ આરોપ લગાવ્યો છે કે શંકરદાસે અન્ય સભ્યોની પણ છેડતી કરી હતી. તેમજ તેમના ગુરુ ભાઈ સિદ્ધરાજ મુનિએ તેમને બચાવ્યા અને ગુરુ શંકરદાસે શિષ્ય સિદ્ધરાજ મુનિ સાથે ઝઘડો કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. આ પછી, શંકરદાસે આરોપ લગાવ્યો કે સિદ્ધરાજ અને આ સાધ્વી વચ્ચે અનૈતિક સંબંધ છે, જેનો ખુલાસો સિદ્ધરાજ મુનિએ કર્યો હતો અને શંકરદાસ આશ્રમની બધી વસ્તુઓ વેચી દેતા હતા અને પૈસા ખોટી જગ્યાએ વાપરતા હતા, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આ બંને સાધુઓએ મુખ્ય મહંતને હાંકી કાઢ્યા બાદ બંને સાધુઓ બેંગ્લોરથી એક મહિલાને અહીં આશ્રમમાં લાવ્યા હતા અને તે આજે સાધવી તરીકે આ આશ્રમમાં રહેવા લાગ્યા છે.તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે હાલ બે સાધુ અને એક સાધુ મળીને આ તોરણીયા આશ્રમમાં ગેર પ્રવૃતિઓ થઈ રહી છે અને આશ્રમ પર કબજો જમાવી દીધો છે જેને લઇને આશ્રમના મુખ્ય દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે અને પોતાનો આશ્રમ પરત આપવામાં આવે તેવી માંગણી કરી છે.

તો બીજી તરફ આ આશ્રમમાં હાલના મહંત સિધ્ધરાજ મુની એ ખુલાસો કરતા જણાવ્યું હતું કે 2020માં આ જગ્યા ઉપર તેમની ચાદર વિધિ કરવામાં આવી છે ઉદાસીન અખાડાના મુખ્ય સાધુઓ અને સંતો દ્વારા તેમની ચાદર વિધિ કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો સાથે સાથે મહંત શંકર દાસ બાપુ સામે પણ તેમણે આક્ષેપ કર્યા હતા તેઓ પોતાની રીતે ચાલ્યા ગયાઓનો ખુલાસો કર્યો હતો. સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે અમે તેને કોઈ પ્રકારે ધાગધમકી કે મારી નથી તેમ જ તેનું સામાન પણ અમે આપી દેવા માગીએ છીએ પરંતુ તેને પોલીસમાં અરજી કરી છે કે મારાથી તેમને જીવનનું જોખમ છે તો તેને બહાર જ રહ્યું સારું. જો હું આશ્રમમાં દારૂ કે ગેરક પ્રવૃત્તિ કરતો હોય તો મને જણાવે કે ત્યાંથી હું દારૂ લઈને આવું છું અને ક્યારે મેં કોની સાથે મહેફિલો માણી છે તેની સાબિતી આપે. બાકી આ તમામ આરોપો પાયા વિહોણા છે.

નોંધનીય છે કે ગિરનાર ૫ર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બ્રહ્મલીન થાય બાદથી ગાદી વિવાદ વધુ વકર્યો છે. સાધુ-સંતો સમાજને મોહ અને લોભ છોડી તેજમ સારું ચરિત્ર ઘડવા ઉપદેશો આપતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢમાં સત્તાને લઈને સાધુઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે અને હવે તોરણીયા આશ્રમના સાધ્વીએ સારવારના બહાને ગુરુએ બિભત્સ ચેનચાળા કર્યા હોવાનો આક્ષેપ કરતાં ગુરુ-શિષ્યના સંબંધ પર લાંછન લાગ્યું છે. સંસાર છોડનાર સાધુઓ આખરે સંસારની જ માયામાં ફસાયેલા જોવા મળ્યા.

હાલ તો કેશોદના તોરણીયા આશ્રમ નો વિવાદ દિવસેના દિવસે વક્રી રહ્યો છે અને બંને સાધુઓ એકબીજા ના ચારિત્ર ઉપર પણ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં શું થશે તે જોવાનું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢમાં સતાધાર જગ્યાને લઈને વિવાદમાં મોટો ખુલાસો

આ પણ વાંચો:વિસાવદરમાં પૂર્વ ધારાસભ્યો વચ્ચેના વિવાદથી રાજકારણ ગરમાયું

આ પણ વાંચો:માંગરોળ સિવિલ હોસ્પિટલમાં વિવાદ બાદ આરોગ્ય વિભાગે આપ્યા તપાસનાં આદેશ